શોધખોળ કરો

Ahmedabad Rain: રથયાત્રા સમયે પડી શકે છે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી ?

અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે અમી છાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ :  આવતીકાલે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા યોજાશે. અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે અમી છાંટણા થવાની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Ahmedabad Rain: રથયાત્રા સમયે પડી શકે છે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી ?

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બિપોરજોય વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.  દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. 

આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  જો કે ભારે વરસાદની શક્યતા નહિવત છે.  હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે.   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જો કે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે.  હાલ વરસાદી સિસ્ટમ દક્ષિણ રાજ્યોમાં છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો

બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. સાથે જ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ખસેડવાની ફરજ પડી. ડિલીવરી બાદ સગર્ભાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી.

રાજસ્થાનમાં બિપરજોયે મચાવી તબાહી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રાજસ્થાનમાં બિપરજોયે તબાહી મચાવી છે. રાજસ્થાનના અનેક સ્થળોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. રવિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયું હતું. જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. એટલું જ નહીં હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું.

સિરોહીમાં મૂશળધાર વરસાદ

ઝાલોર અને સિરોહીમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. બાડમેરમાં પિંડવારા, આબુ રોડ અને રાવદારમાં આવેલ ડેમોમાં ભારે પાણીની આવક થઈ છે. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. ગુજરાતની 11 ટ્રેન બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ ટ્રેનના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવામાન વિભાગે આગામી ૧૫થી ૨૦ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Embed widget