મહિલા દિવસે જ અમદાવાદમાં મહિલાની જાહેરમાં હત્યાથી ખળભળાટ, પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે બનાવ
રાજ્યમાં પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાં ગ્રીષ્માની હત્યા બનતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદ: રાજ્યમાં પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાં ગ્રીષ્માની હત્યા બનતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ પ્રકારનો જ એક બનાવ અમદાવાદમાં બન્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. અમાદવાદમાં ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ મહિલાને જાહેરમાં જ છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગના દાવા કરી રહી છે. તેવા સમયે જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના 100 મીટરના અંતરે આરોપીએ મહિલાની હત્યા કરી છે.
અમદાવાદની આ હત્યાની ઘટના સીસીટીવીમાં કે થઈ છે. મહિલા શાકભાજીની લારી પર ઉભા હતા ત્યારે એક શખ્સ સામેથી આવે છે અને મહિલાની પાછળ હુમલો કરે છે. આ શખ્સ ત્યાં સુધી નથી અટકતો જ્યાં સુધી મહિલાનો જીવ નથી જતો. મહિલાને એક બાદ એક અનેક ઘા ઝીંકી દે છે. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે પોલીસે જણાવ્યું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં નવીન નામના યુવકે આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધી છે.
'મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો', કયા મહિલા ધારાસભ્યે કર્યું સ્ફોટક નિવેદન?
તેમણે કહ્યું કે, પોલીસ અને સરકાર આપણને મદદ કરે કે ના આપે. મહિલાઓ પર અત્યાચાર કરનારને પેટ્રોલ છાંટીને જાહેરમાં સળગાવી નાખો. કેટલા કેસ કરશે. મહિલાના સન્માન માટે આવું કરવામાં હું ખોટું માનતી નથી. મહિલાની સુરક્ષા અને અધિકારની લડાઈમાં હું મદદ કરીશ.