શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર સહિત ધનિક પરિવારના 20 નબીરા ફાર્મહાઉસમાં શું કરી રહ્યા હતા ને પોલીસે ઝડપી લીધા ?
10મી નવેમ્બરે રાત્રે કલોલ તાલુકાના રણછોડપુરા ગામના શ્રમદીપ ફાર્મહાઉસમાં સાંતેજ પોલીસે દરોડો પાડતા 20 યુવકો વિદેશી દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા.
અમદાવાદઃ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં પોલીસે રેડ પાડીને હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડી છે. આ રેડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત ધનિક પરિવારના 20 નબીરાને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ, મોબાઇલ અને કાર સહિત લગભગ 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
10મી નવેમ્બરે રાત્રે કલોલ તાલુકાના રણછોડપુરા ગામના શ્રમદીપ ફાર્મહાઉસમાં સાંતેજ પોલીસે દરોડો પાડતા 20 યુવકો વિદેશી દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાન્ત પટેલના પુત્ર દેવ સહિત અન્ય ૧૯ નબીરાઓને પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની મહેફીલ માણતા ઝડપી લીધા હતા.
રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલ, મોબાઈલ ફોન નંગ-૨૧ કિંમત રૂ.૩,૭૩,૦૦૦ અને ૭ કાર કિંમત રૂ.૮૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૯,૭૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. દારૂની મહેફિલ માણતા પકડાયેલા નબીરાઓને છોડાવવા મોટા માથાઓએ ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા નબીરાઓના નામ
૧. માનુષ ઉર્ફે માનું ગૌરાંગભાઈ ઉર્ફે ભલાભાઈ દેસાઈ (રહે. નવરંગપુરા અમદાવાદ) ર. આદિત્ય જગત પંચાલ (રહે. અષ્ટ વિનાયક અગોરા મોલની પાછળ ગાંધીનગર) ૩. હસ્ત સંદિપભાઈ પટેલ (રહે. વિલા બંગ્લોઝ સ્ટર્લિંગ કેન્સર હોસ્પીટલની સામે, બોડકદેવ અમદાવાદ) ૪. યુગ તેજ રાજપુરોહીત (રહે. ગોયલ ઈન્ટરસીટી, વસ્ત્રાપુર, અમદાવાદ) પ. જય તપનભાઈ પટેલ (રહે. આકાંક્ષા બંગ્લોઝ હાથીજણ, અમદાવાદ) ૬. દેવ શશિકાન્ત પટેલ (રહે. હેરીટેજ હોમ્સ થલતેજ અમદાવાદ) ૭. રામ અમરતભાઈ પટેલ (રહે. રાંચરડા ગામ, તા.કલોલ) ૮. તિલક દર્શનભાઈ લાખાણી (થલતેજ અમદાવાદ) ૯. વંશીલ પ્રશાંત શાહ (રહે. શીલજ ગામ, દસક્રોઈ અમદાવાદ) ૧૦. હર્ષિલ વિપુલભાઈ શેલડિયા (પટેલ) (રહે.સપ્તવિલા સિંધુભવન હોટલની બાજુમાં થલતેજ અમદાવાદ) ૧૧. અભિષેક રાકેશભાઈ પટેલ (રહે. રામદેવ વીલા, સરખેજ ગાંધીનગર હાઈવે સોલા અમદાવાદ) ૧ર. તીર્થ સુખદેવભાઈ પટેલ (રહે. ટાઈટેનીયમ-૧ બિલ્ડીંગની બાજુમાં બોડકદેવ, અમદાવાદ) ૧૩. ખુશ્મ ઉમેશભાઈ પટેલ (રહે. સંસ્કાર ભારતીય સોસાયટી નારણપુરા, અમદાવાદ) ૧૪. દુલાર રાજેશભાઈ પટેલ (રહે. શ્યામ વિહાર બંગ્લોઝ, થલતેજ અમદાવાદ) ૧પ. શુભ જનકભાઈ પંચોલી (રહે. અંક્ષીની બંગ્લોઝ, શીલજ ગામ,અમદાવાદ) ૧૬. તિર્થ નરેશભાઈ પટેલ (રહે. પરમાત્મા સોસાયટી ડી.કે પટેલ હોલ પાસે, નારણપુરા, અમદાવાદ) ૧૭. આદિત્ય નિતીશભાઈ ગાંધી (રહે. નિરવ ફલેટસ, નવરંગપુરા, અમદાવાદ) ૧૮. આર્યમાન રાકેશભાઈ પટેલ (રહે. રામદેવ વિલા સોલા, અમદાવાદ) ૧૯. જય સુકેશભાઈ સરકાર (રહે. અશોક વાટીકા બોપલ આંબલી રોડ અમદાવાદ) ર૦. કવન મિકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પટેલ (રહે. પટેલ વાસ બોડકદેવ ગામ, અમદાવાદ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion