Ahmedabad: અમદાવાદના આ જવેલર્સમાં કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ, માલિકને બંધક બનાવી આરોપી ફરાર
અમદાવાદ: દિવાળીના તહેરવારને લઈને હાલમાં રાજ્યના દરેક શહેરમાં બજારમાં ભીડ જોવા મળી રહી છે. ગઈ કાલે ધનતેરસના દિવસે પણ લોકોએ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી છે.
અમદાવાદ: દિવાળીના તહેરવારને લઈને હાલમાં રાજ્યના દરેક શહેરમાં બજારમાં ભીડ જોવા મળી રહી છે. ગઈ કાલે ધનતેરસના દિવસે પણ લોકોએ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી છે. આ ઉપરાંત દિવાળી બાદ લગ્નના તહેવારો માટે પણ લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના મોટેરામાં આવેલા અંજલી જલેવર્સમાંથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જવેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ જ માલિકને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. જવેલર્સમાં રહેલ કરોડો રૂપિયાના દાગીના ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો છે. મોડી રાત્રે આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત
લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 મજૂરોના મોત
દિવાળીના તહેવારો પર ચાંગોદરની એક ફેકટરીમાં ગોજારી ઘટના સામે આવી છે. આજે ફેક્ટરીમાં 3 મજુરોના મોત થતા ખળભળાટ મચી જવા પામી છે. આ બપોરે દોઢ કલાકે આ ઘટના બની હતી. ચાંગોદરની સહારા પેટ્રોલિયમ કંપનીમાં 3 મજુરોના મોતની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતરેલા 3 મજુરોના મોત થયા છે. ટેન્કરમાં ગુંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ઘટના બાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
મૃતકો
- મિતેષ રામ મોહન (21 વર્ષ)
- રામ નરેશ (47 વ