શોધખોળ કરો

રાજ્યના ખેડૂતોના માથે કમોસમી વરસાદનું સંકટ! આગામી 29 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

આગામી દિવસોમાં વરસાદની સંભાવના:

આજે (23 ઓક્ટોબર): દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘ ગર્જના સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે.

24 ઓક્ટોબર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 ઓક્ટોબર: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.

26 ઓક્ટોબર: રાજ્યના છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોના માથે હજુ કમોસમી વરસાદનું સંકટ છે. 29 ઑક્ટોબર સુધીમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવા વર્ષે જ મિની વાવાઝોડા જેવો વરસાદ!

તો બીજી તરફ વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા હતા. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

વલસાડમાં ચોમાસાની માફક અનરાધાર વરસાદ

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ હતી. ચોમાસાની જેમ જ, બપોર બાદ આખા જિલ્લામાં સાર્વત્રિક રીતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget