શોધખોળ કરો

મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટે લંડનમાં એક દિવસીય સેશનમાં કલાત્મક વસ્તુઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદના નરોડામાં રહેતા આવા જ એક કલાત્મક વસ્તુઓ બનાવવાના માહિર એવા મિનિએચર આર્ટીસ્ટ  દીપક ભટ્ટ છે.

લાકડા પર કોતરણી દ્વારા અવનવી કલાત્મક વસ્તુઓ બનાવવાની કળા ખૂબ ઓછા લોકોમાં હોય છે. અમદાવાદના નરોડામાં રહેતા આવા જ એક કલાત્મક વસ્તુઓ બનાવવાના માહિર એવા મિનિએચર આર્ટીસ્ટ  દીપક ભટ્ટ છે.  તેઓ આ કલાને લઈને લીમ્કા બૂક ઓફ રેકોર્ડ તેમજ અનેક સન્માન  મેળવી  ચૂક્યા છે. હાલ લંડનના ગ્લોસેસ્ટર ખાતે આવેલા વૂડ કાર્વિન સ્ટૂડિયોમાં તેમણે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક કલાત્મક વસ્તુઓ લાકડા પર બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દિધા હતા. 

દીપક ભટ્ટ મૂળ સુરેન્દ્રનગરના

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાના એવા સોલડી ગામમાં જન્મેલા દિપક ભટ્ટ નાનપણથી કંઈક અસાધારણ કરવામાં માનતા હતા. આ માટે તેમને  શરૂઆતના દિવસોમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. તેઓએ ચોખાના દાણા પર ચિત્રો દોરવાનુ શરુ કર્યુ. આ કાર્ય માટે ધીરજ અને એકાગ્રતા કેળવવી ખૂબ જરુરી હતી. સોપારી ઉપર ગણપતિ હોય કે લાકડા ઉપર કલાત્મક વસ્તુ બનાવવાની કે ચોખાના દાણા પર તેમના દ્વારા બનાવેલી કૃતિઓ આજે પણ સમગ્ર દેશમાં પ્રચલિત છે.

મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટે લંડનમાં એક દિવસીય સેશનમાં કલાત્મક વસ્તુઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા

લંડનના ગ્લોસેસ્ટર વિસ્તારમાં આવેલા વૂડ કાર્વિન સ્ટૂડિયોના સંચાલકોમાં જ્યારે દીપક ભટ્ટ લંડનની મુલાકાતે હોવાની જાણ થઈ ત્યારે તેઓએ  દીપક ભટ્ટને સ્ટૂડિયો પર આવી પોતાની કલાત્મક પ્રતિક્રૂતિઓ બનાવી માર્ગદર્શન આપવા વિનંતી કરી હતી. તેમના આમંત્રણને સહર્ષ સ્વિકારી દિપક ભાઈએ એક દિવસના સત્રનું આયોજન કર્યું હતું. જેમાં દીપકભાઈએ કલાત્મક રચનાઓ થકી તમામ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. લાકડા ઉપર દીપકભાઈએ બાજ તેમજ માનવની આબેહૂબ કૃતિઓ કઈ રીતે બનાવી શકાય તે અંગે સેશનમાં સૌને જાણકારી પૂરી પાડી હતી. આધુનિક સાધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની જાણકારી તેમણે પણ મેળવી હતી.

મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટે લંડનમાં એક દિવસીય સેશનમાં કલાત્મક વસ્તુઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા

દીપક ભટ્ટ નાનપણથી જ મિનિએચર આર્ટીસ્ટ બનવાનું સપનુ જોતા અને તેમનું આ સપનું તેમની કલા દ્વારા સાર્થક કરવામાં સફળ પણ રહ્યા હતા. મિનિએચર આર્ટીસ્ટ દીપક ભટ્ટની કલાત્મક કૃતિઓ અનેક રાજનેતાઓના ઘરમાં સુશોભિત છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાના દ્વારા બનાવવામાં આવેલી કૃતિઓ ભેટમાં આપી છે. 

દરરોજ કલાકો પ્રેકટિસ કરતા

દિપકભાઈ જણાવે છે કે આ કાર્ય માટે સૌથી મોટો પડકાર મારી આંખો અને હાથને આવી નાની જગ્યાઓમાં કામ કરવા માટે તાલીમ આપવાનો હતો. હું દરરોજ કલાકો પ્રેકટિસ કરતો. આ માટે તેઓએ યોગ,ધ્યાન અને પ્રાણાયામની પણ મદદ લીધી હતી. શરૂઆતમાં ચોખાના દાણા પર ચિત્રો દોરવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. ચોખાનો દાણાના અનેક ટુકડાઓ થઇ જતા હતા પરંતુ નિરાશ થયા વગર સતત કાર્ય કરવાને પગલે અંતે સફળતા પ્રાપ્ત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Embed widget