શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નહીં લેવા મોદી સરકારે કર્યો નિર્ણય ? જાણો મહત્વનો વિગત
ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેંદ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક જ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેંદ્ર સરકારે કોઈ પણ ટોલ ન લેવાની મંજુરી આપી.
અમદાવાદઃ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પકવાન ઓવરબ્રિજ, સરખેજ-સાણંદ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 44 કીમીના સીક્સ લેનના પ્રથમ ચરણનું કામ અંતર્ગત આજે બે બ્રીજ ચાલુ કરશું. આજે આનંદ છે આપણા નેતા- સાંસદ- કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે. જ્યારે પણ જરુર પડે મુખ્યમંત્રી કે હું જ્યારે ફોન કરીએ તરત જ વિકાસના કામો થાય છે. અમિતભાઇ વ્યસ્ત હોવા છતાં વિનંતીને માન રાખી આશિર્વાદ લોકાર્પણ કરવા એક જ મિનિટમાં સમય આપ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેંદ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક જ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેંદ્ર સરકારે કોઈ પણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહીં લેવાય. કોરોનામા અનેક અઘરુ હતુ છતાં પ્રોજેક્ટ આગળ ચાલ્યો. 15 હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ છે.
તેમણે જણાવ્યું હતું કે, 2620 કરોડના ખર્ચે અમદાવાદ બામણબોરનુ કામ હાલ ચાલુ છે. બેટ દ્રારકા જવાના રોડનુ કામ પણ હજુ ચાલુ છે. શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ ફાટક મુક્ત ગુજરાતની જોગવાઇ કરી, જેના માટે 50% રેલ્વે અને રાજ્ય સરકારના ખર્ચે કામ ચાલે છે.
હાલ 3400 કરોડના ખર્ચે 68 બ્રિજના કામ ચાલુ છે. 72 ફાટક પર હાલ ફાટક મુક્ત ગુજરાતનુ કામ ચાલુ છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion