Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો સાવધાન, દાસના ખમણમાંથી નીકળ્યું મચ્છર, ગ્રાહકે કરી ફરિયાદ
Ahmedabad News: અમદાવાદના મણિનગરની દાસની શાખાના ખમણમાંથી મચ્છર નીકળ્યાંની ઘટના બની છે. અમરાઇવાડીમાં રહેતા સ્થાનિકને ફરિયાદ કરી છે.
![Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો સાવધાન, દાસના ખમણમાંથી નીકળ્યું મચ્છર, ગ્રાહકે કરી ફરિયાદ Mosquito came out of Dasana khaman in Ahmedabad Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો સાવધાન, દાસના ખમણમાંથી નીકળ્યું મચ્છર, ગ્રાહકે કરી ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/f314bb000110743f9967c2dcb9417ba5170824119360181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News:સ્વાસ્થ્ય સાથે ચેડાંની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદની મણિનગરની દાસના ખમણમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે આ મામલે ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાને લઇને ગ્રાહકે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિકે અમદાવાદના મણિનગરની દાસની દુકાનમાંથી ખમણ ઓર્ડર કર્યું હતું. આ ખમણમાંથી મચ્છર જેવી જીવાત નીકતા તેમણે આ મામલે ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.
સ્વાસ્થ્ય સાથે ચેડાંની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદની મણિનગરની દાસના ખમણમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે આ મામલે ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાને લઇને ગ્રાહકે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિકે અમદાવાદના મણિનગરની દાસની દુકાનમાંથી ખમણ ઓર્ડર કર્યું હતું. આ ખમણમાંથી મચ્છર જેવી જીવાત નીકતા તેમણે આ મામલે ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.
સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યાં સુધી
અમદાવાદની આવી અનેક ફેમસ રેસ્ટોરન્ટમાંથી સ્વચ્છતાના નિયમો નેવે મૂકાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યારેક પીત્ઝા તો ક્યારેક ગાર્લિક બ્રેડમાંથી જીવાત નીકળવાની ફરિયાદ આવતી રહે છે તાજેતરમાં જ અમદાવાદનું ફેમસ રેસ્ટોરન્ટ ઘી ગુડના સેવખમણી તથા મીઠી ચટણીનાં નમૂના લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ નીકળ્યા છે. જેથી આરોગ્ય વિભાગે ઘીગુડ રેસ્ટોરન્ટને સીલ મારીને તેને દંડ ફટકાર્યો છે. આ પહેલા અમદાવાદમાં જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો છે પિત્ઝામાં જીવાત , મચ્છર અને વંદા નીકળ્યાની ઉપરાછાપરી ત્રણ ઘટના પણ બની હતી. આ તમામ ઘટનાઓ એ સમજવા માટે પુરતી છે કે ખાણીપીણીનો વ્યાપાર કરીને તગડો નફો કમાતા વેપારી સ્વસ્થતાના નાે કેટલી હદે બેદરકાર હોય છે.
અમદાવાદની આવી અનેક ફેમસ રેસ્ટોરન્ટમાંથી સ્વચ્છતાના નિયમો નેવે મૂકાતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યારેક પીત્ઝા તો ક્યારેક ગાર્લિક બ્રેડમાંથી જીવાત નીકળવાની ફરિયાદ આવતી રહે છે તાજેતરમાં જ અમદાવાદનું ફેમસ રેસ્ટોરન્ટ ઘી ગુડના સેવખમણી તથા મીઠી ચટણીનાં નમૂના લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ નીકળ્યા છે. જેથી આરોગ્ય વિભાગે ઘીગુડ રેસ્ટોરન્ટને સીલ મારીને તેને દંડ ફટકાર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)