શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયા
રિક્ષા ચાલકોની હડતાળના કારણે વહેલી સવારે નોકરી-ધંધા કે બહાર ગામ જતાં લોકો અટવાઈ ગયા હતા. અમુક વિસ્તારોમાં રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષામાં બેસીને જતાં લોકોને ઉતારીને ગુંડાગીરી કરી હોવાની ઘટના પણ સામે આવી છે.
અમદાવાદઃ મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈમાં વધારાના વિરોધમાં અને રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો માટે આજે અમદાવાદના રિક્ષાચાલકો બંધ પાળશે . રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે સરકાર અને સત્તાવાળાનું ધ્યાન દોરવા છતાં કલેકટર કચેરી સામે ધરણા ઉપવાસ કર્યા છતાં અને આર.ટી.ઓ ને રજૂઆત કર્યા છતાં દંડની વધારાની જોગવાઈઓ રદ નહીં થતાં અને સામાન્ય બાબતમાં પણ ૧૦ થી ૧૫ હજાર દંડ વસૂલ કરવાના આર.ટી.ઓના પગલાના વિરોધમાં અમદાવાદના બે લાખથી વધુ રિક્ષાચાલકો સ્વયંભૂ બંધ પાળશે.
રિક્ષા ચાલકોની હડતાળના કારણે વહેલી સવારે નોકરી-ધંધા કે બહાર ગામ જતાં લોકો અટવાઈ ગયા હતા. અમુક વિસ્તારોમાં રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષામાં બેસીને જતાં લોકોને ઉતારીને ગુંડાગીરી કરી હોવાની ઘટના પણ સામે આવી છે. અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઇવર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, સિટી ટ્રાફિક પોલીસ દ્વારા રોડની સાઇડમાં પાર્ક કરવામાં આવેલી રિક્ષાને નિશાન બનાવવામાં આવી છે. શહેરમાં 2 લાખ ઓટો રિક્ષાની સામે માત્ર 2100 રિક્ષા પાર્ક થઈ શકે તેટલા રિક્ષા સ્ટેન્ડ છે. જો પાર્કિંગની પૂરતી જગ્યા ન હોય તો રિક્ષા ચાલકો માત્ર ખાલી રિક્ષા ન દોડાવી શકે. સરકારે આનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ, કેટલાક પરિવારો માત્ર રિક્ષા પર જ નભે છે.
નવરાત્રિ તહેવારને ધ્યાનમાં રાખી સાંજે 6 વાગ્યે હડતાલપૂરી થશે. જો રાજ્ય સરકાર આ ન્યાયિક બાબતને ગંભીરતાથી નહીં લે તો આગામી સમયમાં રિક્ષાચાલકો દ્વારા રાજ્યવ્યાપી હડતાળ પાડવામાં આવશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યા 84 ઉમેદવારોના નામ, જાણો કયા દિગ્ગજ નેતાનું કપાયું પત્તુ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion