શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો વિગત
ગુજરાતમાં કોરોનાથી દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 77.42 ટકા છે. ગુજરાતમાં હાલ, કોરોનાના કુલ એક્ટિવ કેસ 14,210 છે. જેની સામે 58,467 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ કેટલાય દિવસથી કોરોનાના દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં દૈનિક કેસો વધી રહ્યા હોવા છતાં એક્ટિવ કેસો વધી નથી રહ્યા. કેમકે, ગુજરાતમાં નવા આવી રહેલા કેસોની સામે રિકવરી રેટ ખૂબ જ સારો છે. ગુજરાતમાં હાલ, કોરોનાના કુલ એક્ટિવ કેસ 14,210 છે. જેની સામે 58,467 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
ગુજરાતમાં કોરોનાથી દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 77.42 ટકા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટ પ્રતિ મીલીયન વસતિના 781.80 છે. ગઈ કાલે 13મી ઓગસ્ટે કોરોનાના 1092 કેસ આવ્યા હતા, જેની સામે 1046 દર્દીઓ સાજા થયા હતા.
ગુજરાત એક સમયે કોરોનાના કેસોમાં બીજા-ત્રીજા નંબરે પહોંચી ગયું હતું. જોકે, કોરોનાના નવા કેસો અન્ય રાજ્યની સરખામણીમાં કંટ્રોલમાં આવતાં તેમજ રીકવરી રેટ પર વધતાં હાલ, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે.
રાજ્યમાં ગઈ કાલે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2733 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,310 એક્ટિવ કેસ છે, જ્યારે 58,439 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,482 પર પહોંચી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,700 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,87,309 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
જામનગર
Advertisement