શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કયા 5 વિસ્તારોમાં છે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ? આ વિસ્તારનો લોકો ચેતી જજો
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, જોધપુર, વેજલપુર, મક્તમપુરા અને બોપલ-ઘુમા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હાલ, શહેરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં કુલ 480 એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં હવે પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન પછી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાની સ્થિતિ વકરી છે. હાલ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 480 એક્ટિવક કેસો છે. આ પછી પશ્ચિમ ઝોનમાં 475, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 466, દક્ષિણ ઝોનમાં 454, પૂર્વ ઝોનમાં 425, ઉત્તર ઝોનમાં 306 અને દક્ષિણ ઝોનમાં 305 એક્ટિવ કેસો મળી કૂલ 2911 એક્ટિવ કેસો છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, જોધપુર, વેજલપુર, મક્તમપુરા અને બોપલ-ઘુમા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હાલ, શહેરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં કુલ 480 એક્ટિવ કેસો છે. જે શહેરમાં સૌથી વધુ છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસો 29710 છે. જ્યારે અત્યાર સુધીમાં 25,126 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 1673 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ તમામ આંકડાઓ 31મી ઓગસ્ટ 2020 સુધીના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement