શોધખોળ કરો

કોંગ્રેસના જ નેતા હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે, હાર્દિકના નજીકના ક્યા નેતાએ કર્યો આ આક્ષેપ ?

કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ ચોકવનારું નિવેદન આપ્યું છે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું છે. કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ ચોકવનારું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે, તેમ નિખિલે કહ્યું હતું. 

નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે નેતાઓ જાય છે, પરંતુ હાર્દિકના પિતાના અવસાન બાદ એકપણ નેતા ગયા નથી. હાર્દિક પટેલના પિતાના અવસાન બાદ તેના ઘરે જવાનો કોંગ્રેસના નેતાઓને સમય નથી મળ્યો. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય તો પણ હાર્દિકને જાણ નથી કરાતી. ગુજરાત કોંગ્રેસમાં લેવાતા નિર્ણયો અંગે હાર્દિક પટેલને જાણ પણ કરવામાં નથી આવતી. જિલ્લા-તાલુકાના કાર્યક્રમોમાં આમંત્રણ કે તેની જાણ પણ હાર્દિક પટેલને કરાતી નથી.

તેણે જણાવ્યું હતું કે, NSUIથી લઈને પ્રદેશ કોંગ્રેસમાં જુઠબંધી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસને કેટલાક લોકો પોતાના બાપ- દાદાની જાગીર સમજતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા. યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા માટે જ થાય છે. યુથ કોંગ્રેસની ચૂંટણી માટે ફરજી મેમ્બરશીપ કરવામાં આવે છે. દર વખતે મેમ્બરશીપમાં લાખો લોકો જોડાય છે અને ચૂંટણી બાદ હજારો પણ દેખાતા નથી. કોંગ્રેસની જુથબંધીનું કારણ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી જ છે. બે દિવસ પહેલાના બનાવમાં મારી સાથે દુર્વ્યવહાર કરનારા સામે પગલાં નથી લેવાયા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, નેતા વિપક્ષ, ધારાસભ્યની હાજરીમાં ઘટના ઘટી છતાં કોઈ કાર્યવાહી ન થઈ.

હાર્દિક પટેલની નજીકના કયા યુવા પાટીદાર નેતાને કોંગ્રેસમાંથી કરી દેવાયો સસ્પેન્ડ? જાણો શું કરેલું?

અમદાવાદઃ ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણી પ્રેસ કરી રાજીનામું આપે તે પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિખિલ સવાણીને ગુજરાત યુથ કોંગ્રેસના ઇન્ચાર્જે સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોમાં મારામારી થઈ હતી.

પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ઉપપ્રમુખ નિખિલ સવાણી વચ્ચે ઝઘડો થયો હતો. નિખિલ સવાણી આવતી કાલે પ્રેસ કરીને આજીનામું આપવાના હતા. નોંધનીય છે કે, નિખિલ સવાણી પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની સાથે જોડાયેલા હતા. તેમજ હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે. 

અમદાવાદ કોંગ્રેસ ભાવનમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની મારામારીના પડઘા દિલ્હીમાં પડ્યા હતા. મારામારી કરનારા યુથ કોંગ્રેસના 7 લોકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. 7 પૈકી ઉપપ્રમુખ નિખિલ સવાણીની યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાઈ છે. 

બાકીના 6 લોકોને 24 કલાકમાં ખુલાસો કરવા યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ હેમંત ગોગલેએ નોટિસ આપી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા અને અર્નિશ મિશ્રાને નોટિસ આપવામાં આવી છે. કરણસિંહ તોમર, વિશ્વનાથ વાઘેલા અને રાહુલ પરીખને પણ નોટીસ આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસAmreli Politics । લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરની કનુ કલસરિયા સાથે બેઠકElection 2024 : લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પરRAHUL GANDHI : લોકસભાની ચૂંટણી માટે 3 એપ્રિલે રાહુલ ગાંધી ભરશે ઉમેદવારી ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ
હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ
Embed widget