શોધખોળ કરો

PDPU એસપીઆઈ ફેસ્ટમાં પ્લાસ્ટિકમાંથી તેલ ઉત્પાદન સંદર્ભે પેનલ ચર્ચા યોજાઈ

પીડીપીયુમાં તા. ૧૮ થી ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન ‘કોન્ફ્લુઅન્સ ઓફ ઈન્ટેલેક્ટ’ થીમ હેઠળ પીડીપીયુ એસપીઈ ફેસ્ટ ૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટેનાં આ કોલોઝલમાં ૧૮ યુનિવર્સિટીનાં ૩૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અમદાવાદ: ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં તા. ૧૮ થી ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન ‘કોન્ફ્લુઅન્સ ઓફ ઈન્ટેલેક્ટ’ થીમ હેઠળ પીડીપીયુ એસપીઈ ફેસ્ટ ૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટેનાં આ કોલોઝલમાં ૧૮ યુનિવર્સિટીનાં ૩૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પાર્ટિસીપન્ટ પણ હતાં. પીડીપીયુ ફેસ્ટ ૧૯નું આયોજન શિવમ પાલીવાલ, પ્રેસિડેન્ટ એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં નેતૃત્વ હેઠળ અને પીડીપીયુનાં સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં ડાયરેક્ટર આર કે. વીજનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીડીપીયુ ફેસ્ટ ૧૯માં એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી એડવાઈઝર ભવાની સિંઘ દેસાઈ અને એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી મેન્ટર જતિન અગ્રવાલનું પણ માર્ગદર્શન સાંપડ્યું હતું. આ ફેસ્ટમાં પાર્ટીસીપન્ટસે ઉર્જાક્ષેત્રમાં પોતાના જ્ઞાનનો વ્યાપ વધારતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટનો મુખ્ય હેતુ ઉત્સાહી પાર્ટિસીપન્ટસ ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં પોતાની દક્ષતા અને નાવિન્યપૂર્ણતા બતાવે તેવા આઈડીયાઝને દર્શાવવાનો હતો. PDPU એસપીઆઈ ફેસ્ટમાં પ્લાસ્ટિકમાંથી તેલ ઉત્પાદન સંદર્ભે પેનલ ચર્ચા યોજાઈ આ વર્ષની આવૃત્તિમાં પ્રથમવાર જ પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનનો ટોપિક ‘ધ પોલિસી ફ્રેમવર્ડ ઓફ ઈન્ડિયા ટુ એમેલિયોરેટ એન્ડ સ્ટીમ્યુલેટ એનહાન્સડ ઓઈલ રિકવરી’ હતો. આ પેનલ ડિસ્કશનમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. આ તજજ્ઞોમાં ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો. આર વી મરાઠે, પૂર્વ જીએમ (કેમિસ્ટ્રી), ઓએનજીસી અને ઈઓઆર કન્સલ્ટન્ટ એસ બાતેજા, જેટીઆઈનાં ઈડી યોગેશ શુક્લ, મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનાં એસોસિએટ પ્રોફેસર સમર્થ પટવર્ધન તેમજ ભારત સરકારનાં એન્હાન્સ રિકવરી સમિતિના પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે. PDPU એસપીઆઈ ફેસ્ટમાં પ્લાસ્ટિકમાંથી તેલ ઉત્પાદન સંદર્ભે પેનલ ચર્ચા યોજાઈ પીડીપીયુ ફેસ્ટ ૧૯માં વિવિધ ઔપચારિક અને અનોપચારિક ઈવેન્ટસ યોજાઈ હતી. ઔપચારિક ઈવેન્ટમાં ‘શો કેસ : ટેક્નિકલ પેપર એન્ડ પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પીટીશન’માં આશાસ્પદ એન્જિનિયરોએ શ્રેષ્ઠ આઈડીયાઝ રજૂ કર્યા હતાં. તેમાં ૫૦થી વધુ પેપર્સ અને ૨૫થી વધુ પોસ્ટર્સ દર્શાવાયા હતાં. આ ઉપરાંત ‘એકઝામેન કેસ સ્ટડી સોલ્વીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપન્ટસે ઉદ્યોગને સાંપ્રત સમસ્યાઓ અને તેમાં નિરાકરણોને દર્શાવ્યા હતાં. ‘અપોથિયોસીસ ટેકનિકલ મોડેલ મેડીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપનટસ તેમનાં રચનાત્મક વિચારોમાં પ્રોટોટાઈપ્સ બનાવ્યા હતાં. પીડીપીયુ ફેસ્ટ ૧૯માં પ્રોડક્ટશન ઓપ્ટીમાઈઝીંગ યુઝીંગ આર્ટિફીશયલ લિફટ અંગેનો વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો. જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અધિકારીઓએ પણ આ ફેસ્ટમાં ભાગ લીધો હતો. અને જીયો લોગ જીયોલોજી ચેલેન્જનું આયોજન કર્યું હતું. પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે ‘એનર્જી મેનિયા’ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget