શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં 15 મેથી કરિયાણું, શાકભાજી-ફળની દુકાનો, ઘંટીઓ ખોલવા મંજૂરી, જાણો ક્યા સમયે ખુલ્લી રહેશે ?
કરિયાણું, શાકભાજી, ફળફળાદિ, અનાજ દળવાની ઘંટીઓ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ ખોલી શકાશે.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લઈને કરિયાણું, શાકભાજી, ફળફળાદિ, અનાજ દળવાની ઘંટીઓ ખોલવાની મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવારે સાંજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો અમલ 15 મે, 2020 ને શુક્રવારથી થશે.
કરિયાણું, શાકભાજી, ફળફળાદિ, અનાજ દળવાની ઘંટીઓ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ ખોલી શકાશે. દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી પહેલાં જ મળી ચૂકી છે. તેમના પર કોઈ નિયંત્રણ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વરાયેલા કમિશ્નરે જાહેર કરેલા સંપૂર્ણ લોકડાઉનની મુદત 15 મેના રોજ પૂરી થાય છે. સંપૂર્ણ લોકડાઉનનો સમયગાળો પૂરો થતો થતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે 15 મેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચાણ કરાશે. અલબત્ત દરેક દુકાનદારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા ફાળવાયેલા નિશ્ચિત વોર્ડમાં આ વેચાણ શરૂ કરાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, કરિયાણુ , ફળફયાદી, શાકભાજી તથા અનાજ દળવાની ઘંટી શરતોને આધિન શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. કરિયાણુ , ફળફયાદી, શાકભાજી તથા અનાજ દળવાની ઘંટી સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે એવો સ્પષ્ટ આદેશ અપાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion