Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા
Payal Hospital CCTV leak case: રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી.

Payal Hospital CCTV leak case: રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી. પોલીસે મહારાષ્ટ્રથી બે, પ્રયાગરાજથી એક આરોપીની અટકાયત કરી છે. તેમણે જણાવ્યું કે, મહિલાઓના CCTV લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતૂરમાં છેલ્લા 1 વર્ષથી ત્રણ લોકો આખું નેટવર્ક ચલાવતા હતા. અમેરિકાના એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું. આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે. આ ઉપરાંત આવી ઘટનાને રોકવા હોસ્પિટલોમાં સાયબર સિક્યોરિટીને લઈ સેમિનાર કરાશે.
ત્રણ સાયબર માફિયાએ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સીપી મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપી આવતીકાલે અમદાવાદ પહોંચશે. આ ચકચારી ઘટના બાદ રાજય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. વીડિયોની વાત ધ્યાનમાં આવતા તુરંત કાર્યવાહી શરૂ કરાઈ હતી. ક્રાઈમબ્રાંચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી હતી. તપાસમાં રાજકોટનો વીડિયો હોવાનું સામે આવ્યું હતુ. પાયલ નર્સિંગ હોમનો વીડિયો હોવાની સ્પષ્ટતા થઈ હતી. અમદાવાદ પોલીસે રાજકોટ પોલીસ સાથે સંકલન કર્યું હતું.
ઇન્ચાર્જ સીપી શરદ સિંઘલે વધુમાં જણાવ્યું કે, રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલના વીડિયો Youtube અને ટેલિગ્રામ ચેનલ પર વાયરલ કરવામાં આવ્યા હતા. જે બાદ અમારી મોનિટરિંગ ટીમના ધ્યાનમાં આ વીડિયો આવ્યો. તાત્કાલિક સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. જેમાં વિડિયો રાજકોટનો હોવાનું ધ્યાને આવ્યું. ટીમ લાતુર, સાંગલી, પ્રયાગરાજ, ગુડગાંવ મોકલી હતી. આ ચેનલ મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી ચલાવવામાં આવતી હતી. અમે યૂપી અને મહારાષ્ટ્ર તાત્કાલિક ટીમ મોકલી.
લાતુરનો પ્રજવલ તેલી માસ્ટર માઈન્ડ છે. પ્રજવલ સાથે સાંગલીનો પ્રજ રાજેન્દ્ર પાટીલ સંકળાયેલો હતો. પ્રજવલ પાટીલ ઓનલાઇન વિડિયો વેચતો હતો. પ્રજવલ તેલી રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત દેશની જુદી જુદી હોસ્પિટલના cctv હેક કર્યા હોવાની સંભાવના છે. કાલે આરોપી અમદાવાદ આવશે. અમદાવાદ આવ્યા બાદમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. જોકે, અત્યાર સુધી કોઈ હોસ્પિટલ સ્ટાફની સંડોવણી હોવાના પુરાવા મળ્યા નથી.
પ્રજલલ અશોક તેલી 12 પાસ છે અને લાતુરનો રહેવાસી છે. જ્યારે સાંગલીનો પ્રજ રાજેન્દ્ર પાટીલ 12 પાસ નિટની તૈયારી કરતો હતો. તો પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ કુલચંદ ત્રીજો આરોપીનો અભ્યાસ PTC છે. પ્રજ ટેલિગ્રામનું ગ્રુપ ઓપરેટ કરીને 1 વિડિયોના 2 હજાર વસુલ કરતો હતો. આરોપી પ્રજ્વલ તેલી ભાડે મકાન રાખીને વિડિયો અપલોડ કરતો હતો.
આ પણ વાંચો.....
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
