શોધખોળ કરો

Kiran Patel: મહાઠગ કિરણ પટેલને આજે પોલીસ શ્રીનગરથી અમદાવાદ લાવશે

કિરણ પટેલને રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

Kiran Patel:  અમદાવાદ પોલીસ કિરણ પટેલને શ્રીનગરથી લઈ આજે અમદાવાદ પહોંચશે. સિંધુ ભવન રોડ પર સ્થિત 15 કરોડનો બંગલો પચાવી પાડવાની કેસમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ જમ્મુ પહોંચી છે, કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. જેને રોડ માર્ગ લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે. જે કેસમાં રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને મહાઠગ કિરણ પટેલે સિધુ ભવન રોડ પર આવેલો જગદીશ ચાવડાનો નીલકઠ બંગલો 15 કરોડનાં ખરીદવાનું કહીને  બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેની પત્ની માલિની અને તેના વિરૂદ્વ ગુનો નોધાયો હતો.  જો કે કિરણ પટેલ ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના કેસમાં  શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હોવાથી  અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની એક ટીમ તેની ધરપકડ કરવા માટે શનિવારે  શ્રીનગર પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા રવિવારે કિરણ પટેલની કસ્ટડી મળતા પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઇ છે. અંદાજે ૩૬ કલાકની મુસાફરી બાદ તે કિરણ પટેલને સોમવારે સાંજ સુધીમાં અમદાવાદ લાવશે.

થોડા દિવસ પહેલા જંબુસરથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે, જગદીશ ચાવડાએ દંપતી વિરુદ્ધ બંગલા પર કબજો કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. માલિની પટેલે બધી છેતરપિંડીમાં પતિ કિરણને સાથ આપ્યો હતો. માલિની કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીર પણ ગઈ હતી. કિરણ પટેલનો અસલી ચહેરો સામે આવ્યા બાદ પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નાસતાં ફરતા હતા. જોકે, માલિનીને જંબુસરથી ઝડપી લેવામાં આવી હતી. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. આ અંગે ડીસીપીએ જણાવ્યું કે કોર્ટ તરફથી તેમને કોઈ નોટિસ નથી મળી અને એ પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે મહાઠગની પત્ની માલિની પટેલ?

માલિની પટેલે પૂછપરછમાં જણાવ્યું કે તે એક BAMS ડોક્ટર છે અને અગાઉ ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તેણે પોતાનું ક્લિનિક પણ ખોલ્યું હતું, પણ દીકરીઓની જવાબદારીને કારણે ક્લિનિક બંધ કર્યું અને પતિને ઠગાઈમાં સાથ આપવા લાગી. અગાઉ કિરણ પટેલ અને અને તેના ભાઈએ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી શરુ કરી હતી અને એર ટિકિટ બુકિંગનું કામ કરતા હતા. એ વખતે દેવું થઈ જતાં બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

આ ઉપરાંત, નરોડામાં ફોર વ્હીલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબર વેંચી દેવાના કૌભાંડમાં દંપતીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોબર 2022માં દિવાળીમાં માલિની પોતાના પતિ કિરણ પટેલ અને બે દીકરીઓ સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગઈ હતી. એ વખતે દંપતીને હાઈ સિક્યોરીટી અને ફાઈવસ્ટાર હોટેલમાં રોકાણ મળ્યું હતું. માલિની પટેલના જણાવ્યા મુજબ, કિરણ પટેલે હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મેન્યુફેક્ચર પ્રોજેક્ટના કામથી આવ્યા હોવાનું કહ્યું હતું. જોકે, માલિની પટેલ ઝેડ પ્લસ સિક્યોરીટી અંગે અજાણ હોવાનો દાવો કરી રહી છે.

ક્યાંનો છે રહેવાસી કિરણ પટેલ

ઠગ કિરણ પટેલ મૂળ અમદાવાદ જિલ્લાનો રહેવાસી છે.  તે અમદાવાદના દસક્રોઈ તાલુકાના નાજ ગામનો વતની છે. છેલ્લા ઘણા સમયથી કિરણ પટેલ અમદાવાદના ઘોડાસરમાં રહેતો હતો. નાજ ગામમાં તમામને ત કેન્દ્ર સરકારે કાશ્મીરમાં તેની નિમણૂક કરી છે તેમ કહેતો હતો અને ગામના પ્રસંગ સમયે નાજ ગામમાં હાજરી આપતો  હતો. વિધાનસભાની ચૂંટણીમાં નાજ ગામમાં જ કિરણ પટેલે મતદાન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતા હતા. તેમણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં તે બડગામના દૂધપથરી ખાતે બરફ પર ચાલતા જોઈ શકાય છે. આ સિવાય તે શ્રીનગર ક્લોક ટાવર અને ઉરીમાં એલઓસી પાસે સુરક્ષા દળો સાથે પોઝ આપતાં પણ જોઈ શકાય છે.

કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ કર્યો ન હતો, પરંતુ બડગામમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી દીધું. જે બાદ તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget