Ahmedabad: તોડ કરતા પોલીસકર્મીઓનું હવે આવી બનશે, પોલીસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન
સોલામા તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે.
અમદાવાદ: સોલામા તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે. DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે. સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓમોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે.
જેમા એરપોર્ટથી એસપી રીંગ રોડ પર મુસાફરોને અટકાવીને પોલીસ દ્રારા પૈસાની ઉઘરાણીની ફરિયાદને લઈને હવે પોલીસ અધિકારી ખાનગી માણસોને સાથે રાખીને છટકુ ગોઠવશે. મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રિના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે. જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયતંત્ર લાવીને પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.
સોલામા તોડકાંડના કારણે પોલીસની છબી ખરડાઈ છે. હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. આ સાથે તોડકાંડમા પકડાયેલા એએસઆઈ મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ પોલીસ જવાનોએ રૂ 60 હજારનો તોડ કર્યો હતો. જેમા પોલીસ કર્મચારી મુકેશ ચૌધરી વિરૂધ્ધ લાંચને લઈને અગાઉ અનેક આક્ષેપો થયા હતા જેથી તેને રૂ 5 હજારનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. જયારે આ કેસમા પોલીસે તોડની રોકડ કબજે લેવાની દિશામા કાર્યવાહી હાથ ધરી છે.
થાઈલેન્ડ પ્રવાસથી પરત ફરી રહેલા અમદાવાદના વેપારી પરિવારને હેરાન કરી ધમકાવી તોડ કરવાના કિસ્સામાં બે પોલીસ કર્મચારી અને એક TRB જવાનની ધરપકડ થઈ છે. શનિવારે મોડી રાત્રે 60 હજાર રૂપિયાનો તોડ કરનાર અશોક ચૌધરી, મુકેશ ચૌધરી અને TRB જવાન વિશાલની અમદાવાદની સોલા પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય વિરુદ્ધ મિલન કેલા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. એયરપોર્ટથી પરિવાર સાથે ઉબેરમાં પરત ફરી રહેલા ચાંગોદરના વેપારી પરિવાર જ્યારે બોપલ જઈ રહ્યો હતો. ત્યારે જાહેરનામાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી 60 હજારનો તોડ કર્યો હતો. આરોપ છે કે વેપારીની પત્નીના ખાતામાંથી 20 હજાર રૂપિયા ઓલાના ડ્રાઈવરના બેન્ક અકાઉન્ટમાં ટ્રાંસફર કરાવી અને બાદમાં ડ્રાઈવરના ATMમાંથી 20 હજાર ઉપાડી બાકીના વેપારી પાસેથી રોકડા 40 હજાર વસૂલ્યા હતા, પોલીસે આ સમગ્ર તોડકાંડ ઓગણજ ટોલનાકા પાસે કર્યો હતો. પોલીસે એટીએમ પાસેના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ ત્રણેયથી કરતૂતના કારણે પોલીસ વિભાગ ફરી એકવાર બદનામ થયો છે.