શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધી અમદાવાદની ચાર વર્ષની બાળકીને મળ્યાં પછી બાળકી સાથે શું કરી વાતચીત? જાણો વિગત
અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. મંગળવાર બપોરે શાહીબાગ સરદાર સ્મારકમાં યોજાયેલી વર્કિંગ કમિટી બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધી અમદાવાદની ચાર વર્ષની બાળકીને મળ્યાં હતા. બાળકી સાથે તેઓએ વાતચીત પણ કરી હતી અને તેના પર વ્હાલ વરસાવ્યું હતું.
બપોરે શાહીબાગ સરદાર સ્મારક ખાતે પ્રિયંકા ગાંધી આવી પહોંચતાં તેઓ પરા રાઠોડને મળ્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ તેના પર વ્હાલ વરસાવી કેટલામાં ભણે છે તેમજ તેના ભવિષ્ય માટે ‘બેસ્ટ ઓફ લક’ કહ્યું હતું. પરા પણ પ્રિયંકા ગાંધીને મળીને ખુશ થઈ ગઈ હતી. પાંચ મિનિટ જેટલો સમય બાળકી સાથે તેઓએ વિતાવ્યો હતો.
યુથ કોંગ્રેસના ભાવિનસિંહ રાઠોડની ચાર વર્ષની પુત્રી પરા રાઠોડે પ્રિયંકા ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી 28 માર્ચના રોજ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીને CWCની બેઠકમાં મળવા સમય લેવાં આવ્યો હતો. જોકે CWCની બેઠક મુલતવી રહેતા તેની ઈચ્છા અધૂરી રહી હતી. 12 માર્ચે CWCની બેઠક નક્કી થતાં દિલ્લીથી પ્રિયંકા ગાંધીએ બાળકીને મળવા જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion