Ahmedabad Rain : અમદાવાદ-ગાંધીનગરમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, છોટા ઉદયપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે બોટાદ,અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી અને જામનગરમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું છે. આજે પૂનમના દિવસે અંબાજીમા વરસાદની શરૂઆત થઈ છે. દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. વરસાદી સિઝનના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે. અંબાજી અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે. અંબાજીમા વરસાદથી રોડ રસ્તાઓ ભીંજાયા છે.
આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
ગુજરાત હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી છે.
25 જૂને ભારેથી અતીભારે વરસાદની આગાહી ભાવનગર, ભરૂચ અને સુરતમાં જ્યારે ભારે સામાન્ય વરસાદની આગાહી અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.