Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લામાં 51.09 ટકા જેટલો વરસાદ
Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વસરાદ વરસ્યો છે.

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વસરાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 06 કલાક સુધીમાં એકંદરે 450.55 મિમિ વરસાદ નોંધાયો છે.જે સરેરાશ વરસાદની સામે 51.09 % જેટલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251- 500 મિમિ વરસાદ 139 તાલુકામાં, 501-1000 મિમિ વસસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિમિ થી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09 % છે જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19 %, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 % છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 % છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે 24 ડેમો એલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100 % ભરાયેલા, 58 ડેમો 70 % થી 100 % વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50 %થી 70 % વચ્ચે ભરાયેલા છે આ ઉપરાંત 42 ડેમો 25 % થી 50 % વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25 % થી નીચે ભરાયેલા છે.
જાણો ફરી ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 23 જુલાઇ બાદ શરૂ થશે. એક સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 23 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આવનારા 10 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા રાજયમાં એક સપ્તાહ વરસાદની શક્યતા નહિવત છે. એક દિવસમાં ગરમીનો પારો 2.7 ડિગ્રી વધીને 36 ડિગ્રી પર પહોંચ્યો છે હજુ પણ ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કચ્ચમાં ગરમીનો પારો 2થી3 ડિગ્રી વધી તેવી શક્યતા વ્યક્ત કરી છે.
એક સાથે બે સિસ્ટમ મજબૂત થતાં મઘ્યપ્રદેશના વિવિધ સ્થળોએ છૂટછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના મતે, બુધવાર-ગુરુવારે રેવા, શહડોલ, ગ્વાલિયર, ચંબલ અને સાગર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.રાજસ્થાન રણમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે. રાજસ્થાનમાં 16 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની શક્યા છે. આજે હવામાન વિભાગે ભરતપુર, કોટા, ઉદયપુર અને બિકાનેર વિભાગના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.





















