શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રવિવારે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા
વરસાદની આગાહી વચ્ચે રવિવારે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં ફરી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે.
રવિવારે ઉકળાટ બાદ સાબરકાંઠામાં ઘણાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક ગામડાંઓમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદના કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વડાલી અને પોશીનામાં એક-એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજયનગર, ઈડર, ખેડબ્રહ્મામાં અડધો-અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
બપોર બાદ મહિસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ ખાનપુર, કડાણા, બાલાસિનોર અને લુણાવાડા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો યાત્રાધામ શામળાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા. શામળાજી અને ભિલોડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહિસાગર અને અરવલ્લીમાં મોટા ભાગના તમામ વિસ્તારોમાં અંદાજે અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમરેલીમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરના ચકરાવા, બાબરપરા સહિતનાં ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ગીરની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. દાહોદમાં પણ લીમડી, ડુંગરી, થાળા, સીમળખેડી, વરોડમાં વરસાદ વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion