શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરુ, આ વિસ્તારોમાં જોવા મળી મેઘાની તોફાની બેટિંગ

Gujarat Rain:  હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે.

Gujarat Rain:  હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

આ ઉપરાંત અમીરગઢના વિરમપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. કાનપુરા, ડાભેલી, રામપુરા, ખાટી સિતરા સહિતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે કાંકરેજ પંથકમાં પણ  વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના થરા,ખીમાણા,શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆતથી લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી બાદ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ

રાઘનપુર બાદ હારીજમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. હારીજ,નવા કલાણા,અડિયા,કુરેજા, અસાલડી, બોરતવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. અતિશય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વડોદરાના શિનોરમાં અસહ્ય ગરમી બફારા બાદ વરસાદે બીજી ઇનિંગ કરી શરૂ છે. વડોદરાના શિનોરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શિનોરના રોડ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે. શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે.

જામનગરના વાતાવરણમાં પલટો

જામનગરના લાલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ સખત ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. ચાર થાંબલા વિસ્તાર ઉમાધામ સોસાયટી સહકાર પાર્ક જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તરોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

પાટણમાં છવાયો વરસાદી માહોલ

રાઘનપુરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.ભારે વરસાદને પગલે રાઘનપુર હાઇવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રાઘનપુરમાં વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી છે. રાઘનપુરમાં પવન સાથે વરસાદ વરસતા હાઇવે પર વિઝિબિલિટી ડાઉન થઈ છે.  રાઘનપુર હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને વિઝીબીલિટી ડાઉન થતા હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી છે. અતિશય ઉકળાટ અને લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget