Ahmedabad: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવતીકાલે આવશે ગુજરાત
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજો કાલે અમદાવાદ આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબઝર્વર અશોક ગેહલોત અમદાવાદ આવી રહ્યા છે. આ ઉપરાંત ઓબઝર્વર ટી કે સિંહ અને મિલિંદ દેવરા પણ અમદાવાદ આવશે.
નોંધનિય છે કે, રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાતની લોકસભા દીઠ નિરીક્ષકો નીમ્યા છે. 26 લોકસભાના તમામ 37 નિરીક્ષકો પણ કાલે સાંજે અમદાવાદ આવશે. બુધવારે તમામ લોકોની પ્રદેશ કોંગ્રેસ ખાતે મેરેથોન બેઠક મળશે. બેઠકમાં ગુજરાતના પ્રભારી, પ્રમુખ અને વિપક્ષના નેતા પણ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના 10 જેટલા સિનિયર લીડર્સ પણ આ બેઠકમાં હાજર રહેશે. કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા થશે.
આ રાજ્યમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે જે અંતર્ગત આજે 18 જુલાઈએ 15માં રાષ્ટ્રપતિ માટે વોટિંગ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગનું રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ક્રોસ વોટિંગના દાવા કરવામાં આવ્યાં હતા. અને આજે મતદાનના દિવસે આ અંગેના સમાચારો પણ સામે આવ્યા છે. સમાચાર એ છે કે દેશના એક મહત્વના રાજ્યમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાના દાવા કરવામાં આવ્યાં છે.
આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ - AIUDF
આસામમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ - AIUDFમાં ધારાસભ્ય કરીમ ઉદ્દીન બરભુઇયાએ દાવો કર્યો છે કે આસામમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા છે. AIUDFના આ દાવાથી આસામના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
જાણો AIUDF વિષે
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એ આસામમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. તે આસામ વિધાનસભામાં BJP અને કોંગ્રેસ બાદ ત્રીજો સૌથી મોટો રાજકીય પક્ષ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં AIUDFએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું. AIUDF 2021 સુધી કોંગ્રેસના UPA ગઠબંધનનો ભાગ હતું.