શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સાબરમતી નદીમાં યુવતીને બચાવવા માટે સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદ્યો પછી બનેના શું થયા હાલ? જાણો વિગત
રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિવરફ્રન્ટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ જોઈ જતાં તેને બચાવવા માટે તે પણ નદીમાં કૂદ પડ્યો હતો
અમદાવાદનાં સુભાષબ્રિજ પાસે એક યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતીને નદીમાં કૂદતા જોઈને ત્યાંનાં સિક્યોરિટી ગાર્ડે તેને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો. યુવતીને બચાવતા ગાર્ડે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે આ દુર્ઘટના થયાથી 100 મીટર દૂર એક અન્ય મહિલા પણ નદીમાં કૂદી હતી જોકે તેને બચાવવા માટે એક પુરુષ પણ તેની પાછળ કૂદ્યો હતો. જોકે છેલ્લે કુદેલા પુરુષ અને મહિલાને રેસ્ક્યૂ ટીમે આબાદ બચાવ કર્યો હતો.
અમદાવાદનાં સુભાષબ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિવરફ્રન્ટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ જોઈ જતાં તેને બચાવવા માટે તે પણ નદીમાં કૂદ પડ્યો હતો. જોકે બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવતાં તેઓ પહોંચે ત્યાં સુધીમાં બંનેના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં.
ડૂબી ગયેલી યુવતીનાં પર્સમાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ મિનાક્ષી લખ્યું છે. યુવતીનું સરનામું રાજસ્થાનનું છે. જ્યારે ફાયરબ્રિગેડની ટીમ બંનેની લાશ બહાર કાઢતી હતી ત્યારે જ 100 મીટર દૂર એક યુવતીએ વોક વે પરથી નદીમાં પડતું મુક્યુ હતું.
જેને બચાવવા માટે એક યુવક નદીમાં પડ્યો હતો. ફાયરની ટીમ નજીકમાં જ હોવાથી તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને બંને યુવક-યુવતીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ બંન્નેની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement