શોધખોળ કરો

Rathyatra 2021 : આ વર્ષે રથયાત્રા નીકળે કે નહીં? જગન્નાથ મંદિરના મહંતે શું આપી પ્રતિક્રિયા?

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથયાત્રાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું. બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી.

અમદાવાદઃ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી તેના નિયત રૂટ પર ફરીને રાત્રે નીજ મંદિરે પરત ફરે છે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથાયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં, તેના પર સૌની નજર છે.

આવતી કાલથી તમામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના દ્વાર ખોલવાના છે અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મંદિરમાં ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં 50 ભક્તો એક સાથે દર્શન કરી શકે તેવી guideline બહાર પાડવામાં આવી છે ત્યારે આવતી કાલે જગદીશ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અનેક ભક્તોના મને એવી આશા બંધાઈ છે કે ભગવાન જગન્નાથજી આ વર્ષે ભક્તોના ખબર અંતર પૂછવા માટે અષાઢી બીજના દિવસે શાહી રથ પર સવાર થઇને આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

ભગવાનના દ્વાર આવતી કાલે ખોલવાના છે ત્યારે અનેક ભક્તોને રથયાત્રા નીકળે તેવા સંકેત હોવાનું લાગી રહ્યું છે. જોકે, ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજે મૌન રાખ્યું હતું. 

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથયાત્રાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું. બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. વેકસીનેસન કાર્યક્રમ બાદ સેકટર 1 jcp આર.વી અસારી અને ઝોન 3 dcp  મકરંદ ચૌહાણે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનના દર્શન કર્યા હતા. બંધ બારણે ચાલી રહી છે. બેઠકમાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, દિલીપદાસજી અને પોલીસ અધિકારીઓ વચ્ચે રથયાત્રાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.

તેમણે જણાવ્યું હતું કે,  ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ સેન્ટર ઉભુ કરાયું છે. ગુજરાતની 54 હજાર શાળાને આ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલું રાજય ગુજરાત ભારતમાં બનશે જે ને આ પ્રકાર ની વ્યવસ્થાઓ ઊભી કરી છે. બજેટનો સૌથી વધુ હિસ્સો શિક્ષણમાં આપીએ છીએ. 

બીજી લહેરને આપણે કંટ્રોલ કરી લીધો છે. એનો અર્થ એ નથી કે કોરોના ખતમ થયો. સંપુર્ણ લોકડાઉન વગર જ આપણે કોરોનાને કન્ટ્રોલ કર્યો છે. હવે જવાબદારી પ્રજાની બને છે કે સાવધાની રાખીયે. રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું.

તેમણે જણાવ્યું હતું કે, ભાજપની 15 મીએ બેઠક નિયત બેઠક છે, જેમાં કોરોનામા થયેલી કામગીરી, થર્ડ વેવની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 36 મી ઓલોમ્પિક ભારતમાં થશે તો કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થાઓ ઉભી કરવા તૈયારી કરી રહ્યા છે. રમતગમત કક્ષાએ અમદાવાદ ગુજરાત મેજબાન બનશે ગુજરાત માટે ગૌરવ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget