શોધખોળ કરો

Jagannath Rath yatra 2025: જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક

Jagannath Rath yatra 2025:જલ યાત્રામાં ભાગ લેનારા ભક્તો સાબરમતી નદીમાંથી 108  ઘડામાં પાણી મંદિરમાં લાવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથને તે પાણીથી અભિષેક કરવામાં આવશે. સંતો, મહંતો, સ્થાનિક લોકો અને કેટલાક રાજકીય નેતાઓ પણ આ જલ યાત્રામાં ભાગ લેશે.

Jagannath Rath yatra 2025:Jagannath Rath yatra 2025: અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે. સાબરમતી સોમનાથના આરે  જળયાત્રા પહોંચશે. સાબરમતી નદીમાં કરવામાં પહેલા  ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશમાં  સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત છે. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન છે.

રથયાત્રા પહેલા જળયાત્રાનું શું છે મહત્વ

વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદામાં અષાઢી બીજે  જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ પહેલા દર વર્ષે વિધિવત જળયાત્રા યોજાઇ છે. દર જેઠ સુદ પૂનમે   108 કળશની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ જલયાત્રા સવારે મંદિરથી શરૂ થાય છે. જેમાં ગજરાજા અને 108 કળશ લઇને મહિલાઓ રથયાત્રામાં જોડાઇ છે. આ યાત્રા  સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવે છે. બાદ 108 કળશમાં સાબરમતીની જળભરીને વાજતે ગાજતે  યાત્રા ફરી મંદિર પહોંચે છે અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાવાયા છે.

આ જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના પવિત્ર અવસર પહેલા જ જલયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી ભરેલા 108 કળશમાં સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.

ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડ રાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમાં લગભગ ત્રણ હજાર લોકો ભાગ લઇ રહ્યાં છે. મંદિરની આસપાસના રસ્તાઓ પર સુંદર રંગોળી બનાવવામાં આવી છે.ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ દર્શન માટે મંદિરમાં રાખવામાં આવશે. ભક્તો દૂર દૂરથી તેમના દર્શન માટે આવશે. ભગવાન 15 દિવસ સુધી સરસપુરમાં રહેશે, જે દરમિયાન રણછોડ રાય મંદિરમાં દરરોજ ભજન કીર્તન થશે.                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget