શોધખોળ કરો

Amit Jethwa Murder: અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટનો મોટો ચૂકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો

વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી

Amit Jethwa Murder: ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો.

ખાસ વાત છે કે, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા. 

જાણો શું છે આખો કેસ - 
- 20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કૉમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી.
- અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
- આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- કેસમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી.
- ભીખાભાઇ જેઠવાએ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી, જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી.
- આ કેસમાં સૌ પ્રથમ CBI દ્વારા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી.
- 6 સપ્ટેમ્બર 2010માં દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા.
- આ કેસમાં 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના પૂર્વ BJP સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી સડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સૌથી પહેલા આ કેસમાં જમીન કોર્ટે આપ્યા.
- આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ પડ્યાં જેલમાં છે, કોર્ટ તેને એકવાર 5 દિવસના પેરોલ આપ્યા હતા.
- 21 ડિસેમ્બર 2013એ કેસમાં પ્રથમ ચાર્જશીટ કરવામાં આવી, ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી છે.
- આ કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી.
- પોલીસ પ્રોટક્શન આપવામાં મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે.
- વર્ષ 2016માં અમિત જેઠવાના પિતા ભોખભાઈ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી.
- વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે કેસના આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો.
- ત્યારબાદ આ કેસમાં જજમેન્ટને લઈ કોર્ટમાં અત્યાર સુધી 2 મુદત પડી છે 24 જુન 2019, અને 29 જૂન 2019 ફરી એકવાર કોર્ટે આજે 6 જુલાઈ 2019ની મુદત છે. CBI કોર્ટ જજમેન્ટ આપ્યુ.
- અમિત જેઠવા તરફથી કોર્ટમાં આનંદ યાજ્ઞિક વકીલ તરીકે હાજર થયા, દીનું બોઘા સોલંકી તરફ રાજેશ મોદી વકીલ તરફથી રહ્યાં હતા, અને CBI તરફથી વકીલ તરીકે મુકેશ કાપડિયા રહ્યાં હતા.
- આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો ડંડો કોના માટે?Hun To Bolish : હું તો બોલીશ : સમાજના બહાને સંગ્રામValsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડાRajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે  આરોપીનું સરઘસ કાઢ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
ફરી રેઈનકોટ, છત્રી કાઢી રાખો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો ક્યારથી પડશે વરસાદ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
શું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના બીજેપીના ગેમ પ્લાને નીતિશ કુમારનું ટેન્શન વધાર્યું?
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
આખો પરિવાર ચોર નીકળ્યો! બાળકો સાથે ખરીદી કરવા આવેલી મહિલાએ દુકાનમાં કરી ચોરી, વીડિયો વાયરલ
Pushpa 2 Box Office Collection Day 3: 'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
Embed widget