ગુજરાતમાં લાગું દારુબંધીને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ: બોટાદમાં થયેલા કેમિકલ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં લાગુ દારુબંધી અંગે સવાલો ઉઠી રહ્યા છે. હવે આ મામલે શકંરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતમાં દારુબંધી ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો છે.
અમદાવાદ: બોટાદ જિલ્લામાં થયેલા કેમિકલ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં લાગુ દારુબંધી અંગે સવાલો ઉઠી રહ્યા છે. હવે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકંરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. બાપુના હુલામણા નામથી જાણીતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતમાં દારુબંધી ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી દારુબંધી હટાવી લેવી જોઈએ. આ અંગે તેમણે એવો તર્ક આપ્યો કે, રાજ્યમાં દારુબંધી ખાલી નામની છે. તેનો યોગ્ય અમલ થતો નથી. તેથી રાજ્યમાંથી દારુબંધી હટાવી તેમાથી જે આવક થાય તેનો ઉપયોગ શિક્ષણ અને વિકાસકામોમાં થવો જોઈએ. બીજા રાજયોમાં પણ દારુબંધીમાંથી મોટી આવક કરવામાં આવે છે. ગુજરાતમાં પણ યોગ્ય પદ્ધતિ દ્વારા દારુબંધી હટાવી લેવી જોઈએ.
આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બોટાદ કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ જેવી ઘટના રાજ્યમાં પહેલીવાર નથી બની. ગુજરાત હવે ઉડતું ગુજરાત બની રહ્યું છે. આ મામલે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાથી કઈ નહીં થાય. આ માટે જવાબદાર રાજ્યનો વડો હોય છે, અધિકારી તો માત્ર વહિવટનો ભાગ છે. કરોડો રુપિયાનો આ ખેલ છે. આ ઉપરાંત તેમણે રાજકારણમાં ફરી સક્રીય થવાના સંકેત આપ્યા છે.
શકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને તેમના સમર્થકો એકઠા થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. તો બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. મળતી માહિતી પ્રમાણે સક્રિય રાજકારણમાં આવવા માટેના બાપુએ સંકેત આપ્યા છે. રાજકીય રસ્તો અને પાર્ટી નક્કી કરવા આજે સમર્થકોને બાપુએ વસંત વગડે બોલાવ્યા છે. આજે 11 વાગ્યે શકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને તેમના સમર્થકો એકઠા થશે. આગામી એક અઠવાડિયામાં શકંરસિંહ બાપુ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
કોગ્રેસે સ્પીકરને લખ્યો પત્ર
કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે 'અભદ્ર વર્તન'નો મુદ્દો ઉઠાવ્યો છે. અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ભાજપના સાંસદો પર સોનિયા ગાંધી સાથે "દુર્વ્યવહાર" કરવાનો આરોપ મૂક્યો હતો અને આ બાબતને વિશેષાધિકાર સમિતિને મોકલવાની માંગ કરી હતી.
કોંગ્રેસના સાંસદોએ પત્રમાં કહ્યું છે કે ગૃહ સ્થગિત થયા બાદ જ્યારે સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે ભાજપના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જ્યારે સોનિયા ગાંધી આ મામલે રમા દેવી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઘણા સભ્યો ત્યાં આવી ગયા અને કોંગ્રેસ અધ્યક્ષને ઘેરી લીધા હતા. દરમિયાન તેઓએ સોનિયા ગાંધી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેઓને ઈજા પણ થઈ શકે છે. કોંગ્રેસના કેટલાક મહિલા સાંસદો કોઈક રીતે સોનિયા ગાંધીને ત્યાંથી લઇ ગયા હતા. અમે ગેરવર્તણૂક કરનારા સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ કરીએ છીએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અમે સ્પીકરને કહ્યું કે આજે ગૃહમાં સોનિયા ગાંધી સાથે થયેલા ખરાબ વર્તનને જોતા તમે તેની તપાસ કરો અને તેમનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરો.