શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ કરવા ગયેલા પોલીસ અધિકારીઓ પર સ્થાનિકોએ કર્યો પથ્થરમારો
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એક લિસ્ટ મોકલ્યું છે જે અંગેની કાર્યવાહી કરવા માટે અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ પહોંચી હતી જ્યાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ: તબલીગી જમાતના દિલ્હીના નિઝામુદ્દીનમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક રાજ્યોના લોકો પહોંચ્યા હતા ત્યારે ગુજરાતમાંથી પણ અનેક લોકો પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એક લિસ્ટ મોકલ્યું છે જે અંગેની કાર્યવાહી કરવા માટે અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ પહોંચી હતી જ્યાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે વધુ પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ગોમતીપુર વિસ્તારમાં તપાસ કરી રહેલી પોલીસની કામગીરીને અટકાવવા માટે પથ્થરમારો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોમતીપુર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટના બાદ DCP ઝોન-5 અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી છે.
ગોમતીપુર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ કરવા ગયેલા પોલીસ અધિકારીઓ પર સ્થાનિકોએ પોલીસ મારો કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મીને ગંભીર ઈજા પણ થઈ હતી. ગોમતીપુર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ACP આઈ ડિવિઝનના એન.એલ.દેસાઈ અને DCP લેવલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ મામલે 2 લોકોની ધરપકડ થઈ છે અને એક મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે જેના આધારે હજુ લોકો સામે પણ પગલાં લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion