શોધખોળ કરો

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

Ahmedabad News: સુરતની ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદમાં પણ હુમલાનો બનાવ બન્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલી હીરાવાડી પાસે ભોમિયા ડેરી નજીક ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો થયો છે.

Ahmedabad News: સુરતની ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદમાં પણ હુમલાનો બનાવ બન્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલી હીરાવાડી પાસે ભોમિયા ડેરી નજીક ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો થયો છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ટ્યૂશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી દીધો હતો.  હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હુમલાની આ ઘટનાથી ચારે તરફ ચકચાર મચી જવા પામી હતી. નોંધનિય છે કે, શાળાઓ અને ટ્યૂશન ક્લાસની બહાર વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય છે. 

તો આ હુમલાની ઘટના અંગે પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસે કહ્યું કે, બન્ને વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. હુમલો કરનાર વિદ્યાર્થીની પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત ટ્યૂશન સંચાલકનું પણ નિવેદન નોંધવામા આવશે. નોંધનિય છે કે, ટ્યુશન ક્લાસમાં બેસવાની નજીવી બાબતે ધોરણ 11માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના હીરાવાડી વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં રૂમ બદલવા બાબતે શરૂ થયેલું મનદુઃખ એટલું વધી ગયું કે એક વિદ્યાર્થીએ તેના સાથીદાર પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પેટના ડાબા ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 15 માર્ચના રોજ ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી ભોગ બનનાર સગીરે તેના સાથી વિદ્યાર્થીને બીજા રૂમમાં બેસવાનું કહ્યું હતું, જે વાતનું ખાર રાખી આરોપીએ હીરાવાડી નજીક ભોમિયા ડેરી પાસે વિદ્યાર્થીને આંતર્યો હતો. અહીં ફરીથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે પોતાની પાસે રહેલો છરો કાઢીને વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અન્ય મિત્રોની મદદથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવોમાં થઈ રહેલો વધારો વાલીઓ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની હિંસક ઘટના બની ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget