શોધખોળ કરો

Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે

Attacks on students: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલાના બે કિસ્સા સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Attacks on Students: ગુજરાતમાં શિક્ષણના મંદિરો ગણાતી શાળાઓ અને ટ્યૂશન ક્લાસની બહાર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. થોડા સમય પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના તાજી જ હતી, ત્યાં હવે સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલાના બે કિસ્સા સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતોમાં વિદ્યાર્થીઓ દ્વારા હથિયારોનો ઉપયોગ કરવામાં આવતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

બહેનના ફંક્શનમાં ગયેલા ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો

સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ચાર સગીરોએ ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પોતાની બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો હતો, જ્યાં અન્ય વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થતા મામલો બિચક્યો હતો અને આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલાને કારણે તે હવે ધોરણ 10ની બોર્ડની બાકીની પરીક્ષાઓ પણ આપી શકશે નહીં. આ હુમલા અંગે તપાસમાં એવું સામે આવ્યું છે કે હુમલો કરનાર સગીરોએ ઓનલાઈન છરી મંગાવી હતી. તો આ સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ, હુમલો કરનાર વિદ્યાર્થીઓ બહારના હતા અને ઘટના સ્કૂલના કેમ્પસ બહાર બની છે. આચાર્યએ સ્પષ્ટ કર્યું હતું કે તેને ફંક્શનમાં બોલાવવામાં આવ્યો નહોતો.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાર સગીરોએ જીવલેણ હુમલો કર્યો છે. શાળાના ફંક્શનમાંથી માતા સાથે પરત ફરી રહેલા વિદ્યાર્થીને જૂની અદાવત રાખીને આંતરવામાં આવ્યો હતો. આરોપીઓએ "તારામાં બહુ દમ છે" તેમ કહી અપશબ્દો બોલી વિદ્યાર્થી પર તીક્ષ્ણ ચપ્પુ વડે પીઠ અને પેટના ભાગે ત્રણ ઘા ઝીંકી દીધા હતા, જેને પગલે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે વિદ્યાર્થી આજે ધોરણ 10નું બોર્ડનું પેપર આપી શક્યો નથી, જેથી તેનું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. બનાવ બાદ તમામ હુમલાખોર સગીરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમને પાંડેસરા પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી લીધા છે.

પીડિત વિદ્યાર્થીના પિતાએ ચોંકાવનારો આરોપ લગાવતા જણાવ્યું કે, આરોપી સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઈ-કોમર્સ સાઈટ પરથી ઓનલાઈન ચપ્પુ મંગાવ્યા હતા. પિતાના મતે, આ હુમલો પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને આરોપીઓ પાસે હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget