VIDEO: હવે રોબોટ બનાવશે બિલ્ડીંગ! અમદાવાદના વિદ્યાર્થીઓએ એવા રોબોટ બનાવ્યા જે પ્લાસ્ટરથી લઈને ટાઈલ્સ લગાવી આપશે
Ahmedabad: હવે મોટા મોટા બિલ્ડીંગ કે મકાન તૈયાર કરવાની કામગીરી સરળ બનશે કારણ કે, અમદાવાદની સેફટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બિલ્ડીંગ કે મકાન તૈયાર કરવા માટે નવ જેટલા અલગ અલગ પ્રકારના રોબોટ તૈયાર કર્યા છે.
Ahmedabad: હવે મોટા મોટા બિલ્ડીંગ કે મકાન તૈયાર કરવાની કામગીરી સરળ બનશે કારણ કે, અમદાવાદની સેફટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બિલ્ડીંગ કે મકાન તૈયાર કરવા માટે નવ જેટલા અલગ અલગ પ્રકારના રોબોટ તૈયાર કર્યા છે. જે ઓટોમેટીક પ્લાસ્ટર કરવો, ટાઇલ્સ લગાવી. ઈંટો મૂકવી. પાણી છાંટવું વગેરે પ્રકારની કામગીરી કરશે. સૌથી મોટી વાત એ છે કે વિવિધ પ્રકારના રોબોટ અને ડિવાઇસની મદદથી માનવ કલાકોની બચત તો થશે પરંતુ તેનું સચોટ અને ઝડપી પરિણામ પણ મળશે.
હવે એ દિવસો દૂર નથી કે જ્યારે મોટા મોટા બિલ્ડીંગ કે મકાનના બાંધકામમાં વધું માત્રામાં કારીગરોની જરૂર પડે ! કેમકે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા 9 જેટલા રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે કે જે બાંધકામ ક્ષેત્રને લગતી તમામ કામગીરી આપમેળે જ કરી લેશે.ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કન્સ્ટ્રક્શન સાઈડ પર મુલાકાત લેવામાં આવી હતી જ્યાં કામદારોને નડતી સમસ્યા અને પડકારો જેને આવ્યા હતા. જેનું નિરાકરણ અને વિકલ્પ શોધવા માટે 11 જેટલા વિદ્યાર્થીઓની ટીમ દ્વારા સંશોધન શરૂ કરવામાં આવ્યું. જેમાં તેમને નવ અલગ અલગ કામગીરી માટે રોબોટ તૈયાર કર્યા જે બાંધકામને લગતી કામગીરી સરળ અને ઝડપી બનાવી છે.
આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા
ડેડિયાપાડાના MLA અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા છે. ચૈતર વસાવાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10ને સરપંચની ચૂંટણીમાં હુમલા અને લૂંટ આચરવાના ગુનામાં 6 મહિનાની સજા કરવામાં આવી છે. જોકે, કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. 2 વર્ષ સુધી ફરિયાદી કે તેમના સગા સંબંધીઓને મળવાનું નહિ કે તેમની સાથે કોઈ સંપર્ક રાખવો નહિ તેવો આદેશ કરવામાં આવ્યો છે. હેરાન પરેશાન કરવા નહિ જેવી કેટલીક શરતોને આધીન નામદાર કોર્ટે તમામ કસૂરવારોને જમીન આપતા રાહત થઈ છે. હવે આ ચુકાદાને ધારાસભ્ય સહીત તમામ 10 લોકો હાઇકોર્ટમાં પડકારશે.
51 અધિકારીઓની ACBને તપાસ સોંપવામાં આવતા ખળભળાટ
ગાંધીનગર: રાજ્યમાં અપ્રમાસર મિલ્કતો ધરાવતા સરકારી બાબુઓ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં એન્ટીકરપ્શન બ્યુરોએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં 51 જેટલા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિવિધ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે તપાસ શરુ કરવામાં આવશે.