શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને શું કર્યું મોટું ફરમાન? જાણો વિગત

સુપ્રીમ કોર્ટે કહ્યું, તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે. કોર્ટે પૂછ્યું, શુ જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો?

અમદાવાદઃ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વિકાર્યુ. સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી. અત્યાર સુધીમાં 91, 810 અરજીઓ આવી. જેમાંથી 58,840 અરજીઓ મંજુર કરાઈ. 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. 5000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ. 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે. કોર્ટે પૂછ્યું, શુ જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો? રિજેક્ટ કરાયેલી અરજીનો નમૂનો કોર્ટ સમક્ષ 2 વાગ્યા સુધીમાં રજૂ કરવા કોર્ટે સરકારને આપ્યા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, સરકારો માફી માંગે એ નહિ ચાલે. મૃતકોના પરિજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહીં ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા. સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી.

કોરોના મૃત્યુ માટે વળતર ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જારી કર્યા નિર્દેશ. વળતર માટેની અરજીઓમાં કોઈ ક્ષતિ હોય તો સરકાર અરજદારોને ક્ષતિ સુધારા માટેની તક આપે. રાજ્ય સરકારો મૃતકોના પરિજનો સુધી પહોંચવામાં પ્રો-એક્ટિવ એપ્રોચ દાખવે. તમામ રાજ્ય સરકારોએ કોરોના મૃત્યુ અને વળતર અરજીઓ બાબતની માહિતી સંલગ્ન  સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને આપવાની રહેશે. 

સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી આ અરજીઓમાં વળતર ચુકવણીમાં જરૂરી મદદ કરશે. જે બાળકોના માતા કે પિતા કે બન્ને કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં હોય એવા બાળકોને સરકારો વળતર ચૂકવે. બાલ સ્વરાજ પોર્ટલ પર બન્ને માતા પિતા ગુજરી ગયા હોય એવા 10000 બાળકો છે. માતા કે પિતા ગુજર્યા હોય એવા 1.37 લાખ બાળકો છે. આ તમામ બાળકોને વળતર ચૂકવવાના નિર્દેશ. તમામ રાજ્યો વળતર ચુકવવામાં કોઈ ઢીલાશ ના દાખવે. 4 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ પ્રતિ મિનિટે કેટલા કેસ નોંધાઈ રહ્યા છે? એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસ થયા બમણા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસો બમણા થઈ ગયા છે. 

ગુજરાતના રેકોર્ડબ્રેક દૈનિક કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે.  આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.

Gujarat Corona : ગુજરાતમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget