Live Update : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તતડાવી નાંખીઃ લોકો સરકારની દયા પર નથી જીવતા, સરકાર વળતર ચૂકવીને ઉપકાર નથી કરતી....
કોર્ટે આકરો સવાલ પણ કર્યો હતો કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી નકારી કાઢો છો ત્યારે તેના માટે કોઈ કારણ આપો છો ?
LIVE
Background
અમદાવાદઃ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ધૂળ કાઢી નાંખી હતી. ગુજરાત સરકારને બરાબર તતડાવતાં કહ્યું હતું કે, સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી અને મૃતકોના પરિજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહીં ચલાવી લેવાય.
ગુજરાત સરકારે આ વિલંબ બદલ માફી માગતાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને કહ્યું હતું કે, સરકારો માફી માંગે એ નહિ ચાલે કેમ કે લોકો સરકારની દયા પર નથી જીવતા. કોર્ટે આકરો સવાલ પણ કર્યો હતો કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી નકારી કાઢો છો ત્યારે તેના માટે કોઈ કારણ આપો છો ?
આજની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વિકાર્યુ કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે. અત્યાર સુધીમાં 91, 810 અરજીઓ આવી છ કે જેમાંથી 58840 અરજીઓ મંજુર કરાઈ છે જ્યારે 15000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. 5000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે અને 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.
4 ફેબ્રુઆરીએ સુનાવણી થશે
સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી આ અરજીઓમાં વળતર ચુકવણીમાં જરૂરી મદદ કરશે. જે બાળકોના માતા કે પિતા કે બન્ને કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં હોય એવા બાળકોને સરકારો વળતર ચૂકવે. બાલ સ્વરાજ પોર્ટલ પર બન્ને માતા પિતા ગુજરી ગયા હોય એવા 10000 બાળકો છે. માતા કે પિતા ગુજર્યા હોય એવા 1.37 લાખ બાળકો છે. આ તમામ બાળકોને વળતર ચૂકવવાના નિર્દેશ. તમામ રાજ્યો વળતર ચુકવવામાં કોઈ ઢીલાશ ના દાખવે. 4 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
કોરોના મૃત્યુ માટે વળતર ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જારી કર્યા નિર્દેશ
કોરોના મૃત્યુ માટે વળતર ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જારી કર્યા નિર્દેશ. વળતર માટેની અરજીઓમાં કોઈ ક્ષતિ હોય તો સરકાર અરજદારોને ક્ષતિ સુધારા માટેની તક આપે. રાજ્ય સરકારો મૃતકોના પરિજનો સુધી પહોંચવામાં પ્રો-એક્ટિવ એપ્રોચ દાખવે. તમામ રાજ્ય સરકારોએ કોરોના મૃત્યુ અને વળતર અરજીઓ બાબતની માહિતી સંલગ્ન સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને આપવાની રહેશે.
હવે બે વાગ્યે થશે વધુ સુનાવણી
હવે બે વાગ્યે થશે વધુ સુનાવણી
સુપ્રીમ કોર્ટના નિર્દેશ
બિહારના ચીફ સેક્રેટરીને પણ 2 વાગે હાજર રહેવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશના ચીફ સેક્રેટરી સામે કંટેમ્પટ ઓફ કોર્ટની શો કોઝ નોટિસ ઈશ્યુ