શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા SVPના ડોક્ટર્સ કેમ થયા નારાજ? જાણો વિગત
ગાયનેક, ઓર્થો, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોમાં નારાજગી જોવા મળી છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ્સ ડોક્ટરોની નારાજગી સામે આવી છે. ગાયનેક, ઓર્થો, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોમાં નારાજગી જોવા મળી છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ થયા છે.
જુદા જુદા વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોની કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી પ્રેક્ટિસ અટકી પડી હોવાથી ગુરુવારે આ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. 150 જેટલા રેસિડેન્ટ્સ ડોકટરોએ SVP હોસ્પિટલના સત્તાધીશોને આ મુદ્દે રજૂઆત કરી છે. સત્તાધીશો સાથે થયેલી બેઠક બાદ રેસિડેન્ટ તબીબોને મીડિયા સામે બોલવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion