Tathya Accident: તથ્ય બરાબરનો ભરાયો, પોલીસે સમાધાન થઇ ગયેલા આ કેસમાં પણ નોંધી ફરિયાદ, જાણો શું કર્યુ હતુ તથ્યએ....
ઇસ્કોન કાંડના આરોપી તથ્ય પટેલ સામે M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો
Tathya Accident: અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા બનેલી ચકચારી અકસ્માત ઘટનામાં એક પછી એક નવા અપડેટ સામે આવી રહ્યાં છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. ખરેખરમાં, હવે તથ્ય પટેલ બરાબરનો ભરાયો છે, અને તેની સામે હવે પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે.
ઇસ્કોન કાંડના આરોપી તથ્ય પટેલ સામે M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મૌવે કેફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, પોલીસે હવે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલનો વધુ એક મોટો અકસ્માત બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, નબીરા તથ્ય પટેલે બેફામ રીતે કાર હંકારી કેફેમાં ઘુસાડી દીધી હતી. સિંધુભવન રૉડ પરના મૌવે કેફે પર તથ્યએ કાર ઘુસાડી દીધી હતી તેનો વીડિયો સામે આવ્યો છે. જોકે, કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી નહોતી. આ ઘટના 3જી જુલાઇ બની હતી, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે. હવે આ સીસીટીવી આવ્યા બાદ તથ્ય પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ શકે છે. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
તથ્ય પટેલનો વધુ એક વીડિયો આવ્યો સામે, સિંધુ ભવન રોડ પર પણ કર્યો હતો અકસ્માત pic.twitter.com/q1yQXCxQhA
— ABP Asmita (@abpasmitatv) July 22, 2023
-
તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તથ્ય પટેલના રિમાન્ડમાં વધુ ખુલાસા સામે આવ્યા છે. તથ્યના મિત્રો અને તથ્યને સાથે રાખીને કોને મળ્યા અને ક્યાં ગયા હતા તે તપાસ કરવામાં આવી રહી છે. ક્યાં ગયા કેટલી વાર રોકાયા અને ક્યાં રોડ પર ગયા હતા તેની તપાસ કરવામાં આવી છે. સમગ્ર રોડના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તથ્ય અને તેના સાથીદારના બ્લડ રિપોર્ટમાં ડ્રગ્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
એફ એસ એલ દ્વારા લાઈટનો રિપોર્ટ મંગાવવા આવ્યો છે. RTO દ્વારા જેગુઆર ગાડીનો બ્રેક રિપોર્ટ ચેક કરવામાં આવ્યો છે. સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોના નિવેદન નોંધવા માટે ટિમ મોકલવામાં આવ્યા છે. તથ્ય અને તેના મિત્રોને સાથે રાખીને નિવેદન નોંધવામાં આવ્યા છે. અકસ્માતના રૂટ પરના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં નેનો પોલીસ સ્ટેશનમાં વીડિયો વાયરલ મામલે ફરિયાદ નોંધવામાં આવી રહ્યું છે. લાઇસન્સ મામલે પોલીસે રીપોર્ટ તૈયાર કરી લીધો છે. લાઇસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. થાર ગાડીનો એક્સિડન્ટનો મામલો ફરીયાદ ડ્રાફ્ટ થઈ રહી છે અને ફરિયાદી દ્વારા ફરિયાદની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્યનો યુ-ટર્ન
અમદાવાદમાં બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તથ્ય પોલીસ તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. પોલીસ સામે આરોપી તથ્ય સત્ય છુપાવી રહ્યો છે. પહેલા 120ની સ્પીડ કબૂલનાર તથ્ય વારંવાર નિવેદન ફેરવી રહ્યો છે. હવે કહે છે હું તો 100ની નીચે જ ચલાવતો હતો.
આ દરમિયાન તથ્યના મિત્રોનો પણ વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ વેપ મારતી નજરે પડે છે. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ પરંતુ માન્યો નહોતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial