અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
બે રાહદારી પર તલવારથી હુમલો કરાતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસની તપાસમાં પંકજ ભાવસાર ગેંગના સભ્યોએ તોડફોડ કર્યાનું ખૂલ્યું હતું

અમદાવાદના વસ્ત્રાલમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. અસામાજિક તત્વોનો આતંક શહેરના વસ્ત્રાલમાં જોવા મળ્યો હતો. વસ્ત્રાલની શાશ્વત-2 સોસાયટી નજીક રાત્રીના સમયે 15થી 20 યુવાનોના ટોળાએ તલવાર સહિતના હથિયારો સાથે રોડને બાનમાં લીધો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા. સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાએ શાશ્વત-2 સોસાયટી બહાર પાર્ક કરેલા 10થી 15 વાહનમાં તોડફોડ કરી હતી. અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પોલીસ એક્શનમાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે 9 અસામાજિક તત્વોને ઝડપી લીધા હતા. પોલીસે 12થી વધુ આતંક મચાવનારા તોફાનીઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસે જાહેર રોડ પર દોડાવી દોડાવીઓને તોફાનીઓને માર માર્યો હતો.
બે રાહદારી પર તલવારથી હુમલો કરાતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસની તપાસમાં પંકજ ભાવસાર ગેંગના સભ્યોએ તોડફોડ કર્યાનું ખૂલ્યું હતું. બેફામ લુખ્ખાઓ પર લગામ કસવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ થઇ હતી. રામોલ પોલીસે આતંક મચાવનારા 9 લુખ્ખાઓની અટકાયત કરી હતી. પોલીસે મોડીરાત્રીના જ લુખ્ખાઓની અટકાયત કરી હતી. લુખ્ખાઓની અટકાયત કરી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસની તપાસમાં પંકજ ભાવસાર ગેંગના સભ્યોએ તોડફોડ કર્યાનું ખૂલ્યું હતું. બેફામ લુખ્ખાઓ પર લગામ કસવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ ગઇ હતી. બે દિવસ પૂર્વે ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાના દાવાની પોલ ખુલી હતી.
ગોંડલના રાજકુમાર જાટના મોત કેસનો ભેદ ઉકેલાયો હતો. રાજકોટ પોલીસને મોત કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. રાજકુમાર જાટનું મોત ખાનગી બસની ટક્કરે થયાનો ખુલાસો થયો હતો. રાજકોટ SOG પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસ ડિટેઈન કરી હતી. મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલકની પોલીસે અટકાયત કરી હતી. SOG બસના ચાલક, ટ્રાવેલ્સ સંચાલક અને બસના મુસાફરના નિવેદન નોંધશે. રાજકોટથી કુવાડવા સુધીના CCTVની તપાસના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો હતો. રાજકોટ પોલીસે સોશલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી.





















