શોધખોળ કરો
Advertisement
અંજારના જ્વેલર્સને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 56 કિલો ચાંદી સહિત રોકડ જપ્ત
અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે બે રીઢા ઘરફોડ ચોરની 56 કિલ્લો ચાંદી સહિત રોકડ સાથે ધરપકડ કરી અંજારની 4 જવેર્લ્સ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સો છે રીઢા ચોર જેના નામ છે. જયેશ પટેલ અને અર્જુન વાઘેલા આ બંને આરોપીઓએ અંજારની એક નહિ બે નહિ પણ ચાર ચાર જવેર્લ્સના શોરૂમમાં ચોરી કરી નાખી છે. એ પણ લાખોના મત્તાની ક્રાઇમ બ્રાંચે આસ્ટોડિયા નજીકથી બંને આરોપીની ધરપકડ કરી ત્યારે બંને પાસેથી ચોરી કરેલ 56 કિલ્લો ચાંદી અને 96 હજારની રોકડ પણ મળી આવી હતી.
જો જયેશ પટેલની ગુનાની જન્મકુંડળીની વાત કરવામાં આવે તો વર્ષ 1994થી ચોરીના રવાડે ચઢેલો છે અને ભૂતકાળના 100 થી વધુ ઘરફોડ ચોંરીના ગુનાને અંજામ આપી ચુક્યો છે અને અનેક વખત જેલમાં જઇ ચુક્યો છે. ત્યારે આ બન્નેએ ગત જાન્યુઆરી માસમાં ચાર જવેર્લ્સના શોરૂમના શાત્રને ગેસકટરથી તોડી લાખોના મત્તાની ચોરી કરી હતી. ત્યારે પોલીસ વધુ મુદ્દામાલ મેળવા તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement