શોધખોળ કરો
Advertisement
અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ રહેશે કાળઝાળ ગરમી, ગરમીનો પારો કેટલે પહોંચશે? જાણો વિગત
અમદાવાદમાં હજુ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ ગરમી 44 ડિગ્રીને પાર જઇ શકે છે. ગઈ કાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે અમદાવાદમાં હજુ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ ગરમી 44 ડિગ્રીને પાર જઇ શકે છે. ગઈ કાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર 44.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 44.2 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટમાં 43.5 ડિગ્રી, ડીસામાં 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 45 ડિગ્રી થી પણ વધવાની શક્યતા છે. ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગ ની આગાહી છે કે, હજુ બે દિવસ કાળઝાળ ગરમી રહેશે. તંત્રની સૂચન કર્યું છે કે, કામ વગર બપોરે ઘરેથી બહાર ના નીકળવું.
સુરત માટે આગામી 3 દિવસ કપરા છે. ગરમીના પ્રકોપને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાએ હિટવેવની આગાહી પણ કરી છે. આજે સુરતમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. આવતી કાલે 28.4.19 ના રોજ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ તારીખ 29.4.19 ના રોજ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, જેને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં હિટ વેવને પગલે અમદાવાદ અને સુરતમાં કોર્પોરેશને જાહેર સ્થળો અને બાગ બગીચા ખાતે ખાસ વ્યવસ્થા કરી છે. પીવાના પાણી, ORSની વ્યવસ્થા કરાશે. લોકોને આગાહ કરવા BRTS બસ સ્ટેન્ડ ખાતે બેનરો અને જાહેરાતો કરવામાં આવશે. તંત્ર દ્વારા વધુ પ્રમાણમાં પાણી, છાશ તથા અન્ય પ્રવાહી લેવા સૂચન કરાયું છે. તેમજ લાંબો સમય તડકામાં ન ફરવા અપીલ કરી છે. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ધ્યાન રાખવા પણ સૂચન કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement