શોધખોળ કરો

થર્ટી ફર્સ્ટની રાતે અમદાવાદમાં ખેલાયો ખુની ખેલઃ 6 ગોળી ધરબીને કરી નાંખી યુવકની હત્યા

ગઈ કાલે 31મી ડિસેમ્બરની રાતે 8 વાગ્યે ઓઢવના અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. આ સમયે જ બે શખ્સો ચેમ્બર્સમાં ધસી આવ્યા હતા. તેમજ જશવંતસિંહ કંઇ સમજે તે પહેલા જ ઉપરા-ઉપરી છ ગોળીઓ મારી દીધી હતી.

અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જ ખુની ખેલ ખેલાયો હતો. વસ્ત્રાલમાં રાધે ચેમ્બર્સમાં બે શખ્સોએ ઉપરા-ઉપરી છ ગોળી મારીને સિક્યુરીટી ગાર્ડની હત્યા કરી નાંખી હતી. રામોલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને બંને આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા છે. નાણાની લેવડ-દેવડમાં હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે 31મી ડિસેમ્બરની રાતે 8 વાગ્યે ઓઢવના અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. આ સમયે જ બે શખ્સો ચેમ્બર્સમાં ધસી આવ્યા હતા. તેમજ જશવંતસિંહ કંઇ સમજે તે પહેલા જ ઉપરા-ઉપરી છ ગોળીઓ મારી દીધી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડને માથે, ગળાના ભાગે તથા શરીરના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું ત્યાં જ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસને જાણ થતા રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને શખ્સોને ઝડપી લીધા હતા. આ હત્યા પ્રકરણમાં પોલીસે વસ્ત્રાલમાં માધવપાર્ક વિભાગ-૨માં રહેતા અર્પણ જયપ્રકાશ પાંડે(૩૨) અને મેમ્કો ભાર્ગવ રોડ પર આવેલા દેવીકૃપા ટેનામેન્ટ વિભાગ-૨માં રહેતા સુશીલસિંહ રામવિલાસસિંહ ઠાકુરને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ચાકુ કબ્જે કર્યા હતા. સિક્યુરિટી ગાર્ડની નાણાની લેવડદેવડમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget