શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સગીરાને તેના 25 વર્ષિય કાકા જ લઈને પલાયન થઈ ગયા પછી.....
સગીરાને તેના 25 વર્ષિય કાકા જ ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાકા ઘરેથી કાચ રિપેર કરવાનું બહાનું બતાવીને સગીરાને લઈને નીકળ્યા હતાં પછી તેને લઈને પલાયન થઈ ગયા હતાં.
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં સગીરાને તેના કાકા જ ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ થતાં જ પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક સગીરાના પિતાએ પોતાના પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાને તેના 25 વર્ષિય કાકા જ ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાકા ઘરેથી કાચ રિપેર કરવાનું બહાનું બતાવીને સગીરાને લઈને નીકળ્યા હતાં પછી તેને લઈને પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર મામલાની જાણ સગીરાના પરિવારજનોને થતાં પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ પોતાના જ પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વટવા પોલીસે અપહરણનો ગુનો નોંધાવી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement