Uttrayan 2023: પતંગ રસિયા માટે સારા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગ મુડબ ઉત્તરાયણ પર સારો પવન રહેશે. હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
Uttrayan 2023: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને હવે થોડા દિવસો બાકી છે. આ દરમિયાન હવામાન વિભાગે પતંગ રસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુડબ ઉત્તરાયણ પર સારો પવન રહેશે. હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધૂમ્મસમય વાતાવરણ રહેશે.
મકરસંક્રાંતિનું દાન 14ના બદલે કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે ? રાશિ મુજબ કરો દાન
મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકો ઉત્સાહથી ઉજવે છે. આ તહેવારને લોકો ઉત્તરાયણ તરીકે ઓળખે છે. ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બંને અલગ ઘટના છે. ઉત્તરાયણ 22મી ડિસેમ્બરની આજુબાજુ થાય છે જ્યારે મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ જે હાલમાં 14મી જાન્યુઆરીના દિવસે થાય છે.
શું છે મહત્વ
વર્ષો પહેલા આ ખગોળીય ઘટના એક જ દિવસે થતી હતી. લગભગ દર 72 વર્ષે આમાં એક દિવસનો ફેરફાર થાય છે. જેથી આજે આપણે 14મી જાન્યુઆરીની આસપાસ મકરસંક્રાંતિ થાય છે . ઉત્તરાયણ એટલે પરમ દક્ષિણમાંથી સૂર્યનું ઉત્તર તરફનું અયન. ઉત્તરાયણ પછીની પેહલી સૂર્ય સંક્રાંતિ હોય છે એટલે પણ એનું વિશેષ મહત્વ છે.
દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે
સૂર્ય છ મહિના દક્ષિણ ગોળાર્ધમાં અને છ મહિના ઉત્તર ગોળાર્ધમાં રહે છે. ઉતારાયણમાં સૂર્ય હોવાથી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય ના કિરણો ખૂબ જ ઉર્જાવાન હોય છે. ભારત દેશ ઉત્તર ગોળાર્ધ માં આવેલો છે. તે દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે. અંધકારથી ઉજાસ તરફનો આ એક શુભ અવસર છે.
સૂર્ય જે દક્ષિણાયનમાં હોય છે. 6 મહિના દેવોની રાત્રિ અને ઉત્તરાયણથી છ મહિના દેવોનો દિવસ હોય છે. તેથી આ દિવસોમાં દેવો જાગૃત અવસ્થામાં હોવાથી આ સમય પર દાનનું મહત્વ વધી જાય છે .
મકરસંક્રાંતિનું દાન કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે
એક માન્યતા એ પણ છે કે ઉત્તરાયણ પછી સૂર્ય દેવ શનિની રાશિ, શનિનું ઘર મકર રાશિને ત્યાં જાય છે. પિતા એના પુત્રના ઘેર જાય છે. તેથી જ આ દિવસનું મહત્વ વધી જાય છે. સૂર્ય વર્ષ 2023માં 14મી જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે અને 46 મિનિટ પર પ્રવેશ કરશે. એટલે મકર સંક્રાંતિ નિમિત્તનું દાન 15 મી જાન્યુઆરી પર કરવું વધારે શુભ રેહશે .
તલ , ગોળ , ઘી, શિંગનું, ગરમ વસ્ત્રનું દાન થાય છે. તેનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વ છે. આ સમયે શિયાળાની ઋતુ ચાલતી હોય છે તો આ સમય ગરમ, ઉર્જા આપે તેવા પદાર્થનું સેવન અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી અને ઉર્જા જળવાય રહે છે. આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે .