ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે, અમદાવાદમાં વધુ 62 હોસ્પિટલને મંજૂરી
નોંધનીય છે કે, ગુજરાતમાં કુલ 17,24,805 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું જ્યારે 4,25,371 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.
હવે અમદાવાદમાં વધુ 62 ખાનગી હોસ્પિટલમાં વેક્સીનેશનની કામગીરી હાથ ધરાશે. દેશભરમાં વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વેક્સીનેશનની કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે.
અમદાવાદમાં હવે વધારે 62 ખાનગી હોસ્પિટલમાં વેક્સીનેશનની કામગીરી હાથ ધરાશે. અમદાવાદમાં અત્યાર સુધી 160 જેટલી ખાનગી હોસ્પિટલમાં વેક્સીનેશનની પ્રક્રિયા કાર્યરત હતી. જે નવી હોસ્પિટલને વેક્સીનેશનની સત્તા સોંપવામાં આવી છે. તેમાં 45 થી60 વર્ષના કો-મોરબીડ બીમારી ધરાવતા દર્દીઓને વેકસીનનો ડોઝ આપવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કુલ 17,24,805 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું જ્યારે 4,25,371 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, અત્યારસુધીમાં કુલ 21.50 લાખ વ્યક્તિઓને કોરોન રસી અપાઇ ચૂકી છે.
સૌથી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન 25.10 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 23.20 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, પશ્ચિમ બંગાળ 20.30 લાખ સાથે ચોથા અને ઉત્તર પ્રદેશ 19.60 લાખ સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં 10 લાખની વસતીએ સરેરાશ 31800 વ્યક્તિને કોરોના રસી અપાઇ છે. હાલ રાજ્યમાં 10 લાખની વસતીએ કોરોનાના સરેરાશ 4,061 કેસ નોંધાયા છે. 10 લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ વ્યક્તિ સંક્રમિત થઇ હોય તેવા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે.