શોધખોળ કરો

જાણો ભરતસિંહે કેમ કહ્યું, મારા જીવને જોખમ છે

ગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો હવે તેઓ આ અંગે ખુલાસો કરી રહ્યા છે.

Bharatsinh Solanki Press Conference: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. હવે આ મામલે ભરતસિંહ સોલંકી સ્પષ્ટતા કરી રહ્યા છે.

ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ.  પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.

અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે. લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોય. આ દેશ સ્ત્રી દાક્ષણ્ય અને મમતાનો રહ્યો છે. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તેઓ મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.

હોસ્પિટલમાંથી ઘરે મને લઈ ગયા ત્યારે મારું ખાવાનું પણ બંધ કરી દીધું. મારે કોઈ બાળકો નથી, મારા મૃત્યુ બાદ મારી પત્નીને જ બધું મળે. મારી પત્નીનું લક્ષ માત્ર મારી પ્રોપર્ટી છે.  મારામાં ખાવામાં અને ચામાં કઈક નાખ્યાના દાખલા છે.  મારા જીવના જોખમ પર આવ્યું ત્યારે મે નોટિસ આપી. એમના સગા કાકાઓ પર પણ તેમણે પ્રોપર્ટીના દાવો કર્યા છે. દોરા- ધાગા કરવાવાળા પાસે જઈને પૂછતી કે આ ક્યારે મરશે.

અમિતભાઈની જગ્યાએ બીજા પ્રમુખ બનાવવાનું નક્કી થયું ત્યારથી શરૂ થયું.  સોનિયાજીને કહે કે, મને કેમ્પિયન કમિટી કે મુખ્યમંત્રીનો ચેહરો ન બનાવતા. કોરોનામાં મૃત્યુ પામનારના પરિજનને ચૂંટણીની ટિકિટ આપશે. બોરસદના મારા ઘરનો કબજો તેમણે લઈ લીધો. હું બીજા ઘરમાં રહ્યુ છું. આણંદના મકાનમાંથી એક વિડિયો બનાવ્યો. રંગરેલિયા તેવા શબ્દો વાપરવામાં આવ્યા. ગુંડા તત્વો હતા, તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે. ભરત સિંહે કહ્યું જે મકાનમાં આ ઘટના બની તે રિદ્ધિ પરમારનું હતું. અમે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. ત્રીજા લગ્ન અંગે તેમણે કહ્યું, બે કર્યા હવે ત્રીજું કેમ કરો છો. મને સ્વીકારવા કોઈ તૈયાર હશે તો ત્રીજું થશે. મારે કોઈ સાથે લગ્ન કરવા હોય તો સામે વાળાની ઈચ્છા હોય તો જ લગ્ન થાય.

ભરતસિંહના પત્ની રેશમા પટેલના મામા દિલીપભાઈનું નિવેદન

રેશમા બેને મને ભરતસિંહની ફરિયાદ કરી. બંનેને એકઠા કરીને મે બેસાડ્યા પણ રેશમા વાત કરવા તૈયાર નથી. મે બંગલો, કાર, નોકર, જમીન અને બેંકમાં પૈસા મૂકવાનું મે કહ્યુ.  ભરતસિંહ બધું આપવા તૈયાર હતા પણ મારી ભાણીએ સહી કરવાની ના પાડી દીધી. 

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોંગ્રેસનાં ટોચનાં મહિલા નેતાની ભાણી ? માસીએ જ ભાણીને મોકલી ?

ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતિ સાથે વાયરલ થયેલ વીડિયોમાં દેખાતી યુવતીને લઈને મોટો ખુલાસો થયો છે. ગુજરાતી અખબાર સંદેશના અહેવાલ પ્રમાણે, ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી રંગેહાથ ઝડપાઈ હતી, તે વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની પાર્ટીમાં ચર્ચા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો. જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
HMPV વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
Embed widget