શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં વરસાદની વિદાયને લઈને હવામાન વિભાગે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ગુજરાત પર સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓસરી ગયું છે. કેટલાંક ભાગમાં છુટોછવાયો વરસાદ પડશે.
અમદાવાદ: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે ત્યારે પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે હવામાન વિભાગનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું. જેમાં કહ્યું હતું કે, ખેડૂતો માટે હવે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદની હવે બ્રેક લાગી ગઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે રાજ્ય ફરતે સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓસરી ગયું છે. જેના કારણે હાલ કોઈ ભારે વરસાદ થાય એમ શક્યતા નથી. જોકે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી ગુજરાતમાં ભારે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ગુજરાત પર સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓસરી ગયું છે. કેટલાંક ભાગમાં છુટોછવાયો વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ઓછી છે. ગુજરાત પર સર્જાયેલં અપર એર સરક્યુલેશન હાલ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તરફ ફંટાયુ છે. જેના કારણે હાલ ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion