શોધખોળ કરો

રાજ્યમાં જિલ્લા સહકારી બેંકોના ખાતેદારો હવે રૂ. 3000 ઉપાડી શકશે

અમદાવાદઃ નોટબંધીને લઇને કેંદ્ર સરકાર દ્વારા રોજ નવા નિયમો લાગુ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં જિલ્લી સહકારી બેંકોમાં ખાતુ ધરાવતા લોકો માટે સારા સામાચાર છે. જિલ્લા સહકારી બેંકોમાં ખાતુ ધરાવતા લોકો પોતાના ખાતામાંથી 3 હાજર રૂપિયા ઉપાડી શકશે. સહકારી મંડળીઓના ઉપાડની મર્યાદામાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો જેથી બેંકના ખાતેદારોના સંસ્થાઓની સ્થિતિમાં કોઇ ફરક પડશે નહી. RBI દ્વારા નાબાર્તડ માર્ફત ડિસ્ટ્રિક્ટ બેંકોને 21,000 કરોડ ની ફાળવણી કરાઇ છે. ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક એસોસિએશનના પ્રતિનિધિઓએ ગઇ કાલે આરબીઆઇની કચેરીમાં રજૂઆત કર્યા બાદ આરબીઆઇએ શહેરી સહકારી બેન્કોને બ્રાંચદીઠ રૂ.૧૦ લાખ ફાળવવા બાબતે તૈયારી દર્શાવી છે. આ નાણાં આજે બેન્કો સુધી પહોંચ્યાં છે. ૮ નવેમ્બર પછી ત્રીજી વાર આરબીઆઇએ બ્રાન્ચ દીઠ ૧૦ લાખ ફાળવ્યા છે, પરંતુ આ રકમ એક દિવસ પણ ચાલતી નહીં હોવાની બેન્કની ફરિયાદ છે. બેન્કનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સહકારી બેન્કોએ લીધેલી જૂની નોટોના નિકાલ માટે ગેરન્ટી સ્ક્રીમની કચેરીમાં બેન્ક ગેેરન્ટી બોન્ડ ભરવા પડશે અને તે માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. શનિ-રવિની રજા હોઇ સોમવારથી ડિસ્ટ્રિકટ બેન્કોના રદ થયેલા સ્વીકારાયેલા જૂના ચલણને આરબીઆઇ ગેરન્ટી સ્ક્રીમ હેઠળ અમદાવાદ કચેરીમાં સ્વીકારશે, જેથી જૂની નોટોનો નિકાલ થવાનું શરૂ થશે. આ અંગે સહકારખાતાના સંસદીય સચિવ બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે આરબીઆઇમાં ગઇ કાલે કો-ઓપ.બેન્કના આગેવાનોએ કરેલી રજૂઆતના પગલે રાજ્યની ડિસ્ટ્રિકટ બેન્કોમાં કેશ ગઇ કાલે સાંજે પહોંચી ગઇ છે. આજ સવારથી ખાતાધારકો માટે વિડ્રોઅલ શરૂ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા મધ્યસ્થ બેન્કો ઉપર નોટબંધી બાદ આરબીઆઇ દ્વારા મુકાયેલાં કડક નિયંત્રણોના પગલે રાજ્યની ૧૮ ડિસ્ટ્રિકટ બેન્કના ચેરમેનો દ્વારા કરાયેલી રજૂઆતનું હજુ કોઇ પરિણામ આવ્યું નથી. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેન્ક લિ.ના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાની હેઠળ તમામ સહકારી બેન્કના ચેરમેન દિલ્હી ખાતે વડા પ્રધાન મોદીને મળવા ગયા હતા, પરંતુ છેવટ સુધી તેમને મુલાકાત માટે સમય અપાયો ન હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget