શોધખોળ કરો
અમદાવાદઃ પોશ વિસ્તારની યુવતી સાથે પતિ અનેક વાર શારીરિક સંબંધો બાંધતો, ઈન્કાર કરે તો કરતો એવા અત્યાચાર કે......
મકાન માલિક મહિલા આ જોઈ જતાં તેમણે મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કરીને મદદ માગતાં કાઉન્સિલરે ઘરે આવીને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું.

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય યુવતીનો 26 વર્ષીય પતિ લોકડાઉનના કારણે સતત ઘરે રહેતો હોવાથી પત્નિ સાથે સતત શારીરિક સંબંધ બાંધ્યા કરતો હતો. દિવસમાં અનેક વાર શારીરિક સંબંધો બાંધીને પત્નિના શરીરને તેણે ઈજાઓ પણ પહોંચાડી હતી. દબાણ કરી રહ્યો હતો. યુવતી શારીરિક સંબંધો માટે ઈન્કાર કરે તો તેને છોડી દેવાની ધમકી આપીને ધાર્યું કરતો હતો. યુવતી છેલ્લા ઘણા મહિનાથી આ અત્યાચાર સહન કરતી હતી. છેવટે આ અત્યાચાર અસહ્ય બનતાં તેણે શારીરિક સંબંધોનો ઈન્કાર કરતાં પતિએ ઢોરમાર માર્યો હતો. મકાન માલિક મહિલા આ જોઈ જતાં તેમણે મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કરીને મદદ માગતાં કાઉન્સિલરે ઘરે આવીને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જો કે યુવક વાત સમજવા તૈયાર નહીં હોવાથી છેવટ તેને વધારે કાઉન્સેલિંગ માટે પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર ખાતે મોકલી અપાયો છે. આ ઘટનામાં મહિલા હેલ્પલાઇન 181 અભયમ ટીમમાં કાઉન્સેલર સુરેખાબેન સામે યુવતીએ વર્ણવેલી આપવિતી પ્રમાણે તેનો પતિ દિવસ અને રાત શારીરીક સંબંધો બાંધવા દબાણ કર્યો કરતો હતો. લોકડાઉનમાં સતત ઘરે હોવાથી દિવસમાં ચાર-ચાર વાર શારીરિક સંબંધ બાંધીને યુવતીના શરીરને ચૂંથી નાંખતો હતો. લોકડાઉન દરમિયાન દરરોજ યુવકે અનેક વાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને ગુપ્ત ભાગોમાં ઈજાઓ પણ પહોંચાડી હતી. યુવતીએ કહ્યું છે કે, પોતે શારીરિક સંબંધ માટે ના પાડે તો પતિ જબરદસ્તી કરતો અને માર મારતો હતો. તેને છોડી દેવાની ધમકી આપતો તેથી યુવતી ડરી જતી અમે તેનો ગેરલાભ ઉઠાવીને પતિ હવસ સંતોષી લેતો હતો. આ ક્રમ લોકડાઉન પછી પણ ચાલુ રહ્યો હતો. થોડા સમય પહેલાં પતિએ યુવતી સાથે શારીરિક સંબંધનો પ્રયત્ન કરતાં કંટાળેલી યુવતીએ ઈન્કાર કરી દેતાં તેને ઢોરમાર માર્યો હતો. મકાન માલિકે 181 પર ફોન કરીને અભયમ ટીમની મદદ માંગી હતી. કાઉન્સેલર સુરેખાબહેને ઘટના સ્થળે આવીને પીડિત યુવતીની પૂછપરછ કરી હતી. ધ્રૂસકે ધ્રૂસકે રડતી યુવતીની વાત સાંભળીને સૌ આઘાત પામી ગયા હતા. કાઉન્સેલર સુરેખાબહેને યુવકને સમજાવ્યો હતો પણ તેને વધારે કાઉન્સેલિંગની જરૂર હોવાથી પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.
વધુ વાંચો





















