અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે યુવકની ધરપકડ, જાણો વધુ વિગતો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. અરજણ નામનો આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે. બ્રિટનથી ભારત પરત ફરી રહ્યો હતો એ સમયે ઈમિગ્રેશન વિભાગને તેના પાસપોર્ટ પર શંકા ગઈ હતી. તપાસમાં ખુલ્યું કે, દમણના નકલી દસ્તાવેજના આધારે તેણે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
જેના વડે તે પોર્ટૂગલ અને ત્યારબાદ પત્ની સાથે બ્રિટન ગયો હતો.જોકે, પત્નીની તબિયત લથડતા ભારત પરત આવી રહ્યો હતો. એ સમયે તેને ઝડપી લેવાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અરજણ મૂળ પોરબંદરનો રહેવાસી છે. જે ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં શનિવારની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. આ શખ્સ મોડ્સ ઓપરેન્ડી જાણીને નવાઈ લાગશે. આ ભાંડો તેની પત્નીની બીમારીના કારણે ફુટ્યો છે. અરજણ મેરુ અને તેની પત્ની યૂકેમાં રહેતા હતા. પત્નીને ગર્ભાશયની સમસ્યા સર્જાઇ અને તેની સારવાર માટે અમદાવાદ આવ્યા હતા.જ્યાં ઇન્ટરનેશન એરપોર્ટ પર ફ્લાઇટથી ઉતરી બંને બહાર આવે છે ત્યાં ઇમિગ્રેશન વિભાગની તપાસમાં અરજણની ક્રાઇમ કુંડળી ખુલી ગઈ. બોગસ પાસપોર્ટ બનાવ્યાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પત્નીના દસ્તાવેજ સાચા હોવાથી તેની પર કાર્યવાહી ન કરતા અને બીમારીને જોતા તે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
આરોપીએ 2002માં તેના સાચા નામ પર ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. બાદમાં યૂકે જવાનું હોવાથી એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટ અને યુવક વચ્ચે 16 લાખમાં ડીલ નક્કી થઈ હતી. 8 લાખ પહેલા અને 8 લાખ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. જેમાં એક વાત એવી પણ સામે આવી છે કે દિવ-દમણની નાગરિકતા હોય એટલે પોર્ટુગીઝના પાસપોર્ટ મળી જાય અનેં ત્યાંની નાગરિકતા મળે. જેથી વિઝા વગર લંડન જઈ શકાય. જેથી આરોપીની ઓળખ ન થાય માટે 2015માં દમણના પરકોટા ઘેરીના રહેવાસી અર્જુન મોઢું નામના દસ્તાવેજનો ઉપયોગ કરી ઠગાઈ કરવાના ઇરાદે બનાવટી ભારતીય તથા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. બનાવટી પાસપોર્ટનો ખરા તરીકે ઉપયોગ કરી મુસાફરી કરી. અને તેના આધારે તે 2016માં યૂકે ગયો હતો. જ્યાં આ યુવકે અલગ-અલગ સ્ટોરમાં નોકરી પણ કરી હતી.