શોધખોળ કરો
Advertisement

અમદાવાદઃ મહેસાણા જિલ્લાના યુવકે પ્રેમિકા સાથે રૂમાલથી હાથ બાંધીને અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું.....

અમદાવાદ: એક પ્રેમી યુગલે રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. રવિવારે વહેલી સવારે જમાલપુર શાક માર્કેટ અને એનઆઈડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાંથી આ યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા હતા.
સાબરમતી નદીમાં મળેલા બંનેના મૃતદેહ નદીના પાણીમાં લાંબો સમય પડી રહ્યા હોવાથી થઈ ગયા હતા. બંનેએ મોડી રાત્રે આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. યુવતી સાથે નદીમાં ઝંપલાવનાર યુવાનનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું.
આ બંને કાર્ડને આધારે તેની ઓળખ કમલેશ પરમાર તરીકે થઈ છે. તે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામનો વતની હતો. યુવતી કોઈ છે તેની માહિતી મળી નથી. રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
