Air India News: વૃદ્ધ મહિલા પર પેશાબ કરનાર મુસાફર સામે એર ઈન્ડિયાના કડક પગલા
Air India News: એર ઈન્ડિયાની એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના ગઈકાલે સામે આવી હતી. જેમાં નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પર પેશાબ કરી દીધો હતો. તે અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી.
Air India News: એર ઈન્ડિયાની એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના ગઈકાલે સામે આવી હતી. જેમાં નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પર પેશાબ કરી દીધો હતો. તે અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. હવે આ સમગ્ર બાબત પર કડક વલણ અપનાવ્યું છે, એરલાઈન્સે તે પેસેન્જર પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે એરલાઈન્સ આગળની કાર્યવાહી અંગે વિચારી રહી છે. આ સાથે જ આ બાબતની માહિતી મળ્યા બાદ ડીજીસીએ (DGCA) એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને આ બાબત પર રિપોર્ટ માંગ્યો છે. આ સાથે એર ઈન્ડિયાએ આ સમગ્ર બાબત માટે એક કમિટીની પણ રચના કરી છે.
શું છે સમગ્ર બાબત?
તમને જણાવી દઈએ કે, 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી (Air India New York to Delhi) આવી રહી હતી. આ ફ્લાઈટમાં એક વ્યક્તિ નશામાં હતો અને તેણે ફ્લાઈટમાં તેની સાથે મુસાફરી કરી રહેલ વૃદ્ધ મહિલા પેસેન્જરની પાસે આવી પહેલા તો તેના અંગત ભાગ દેખાડીને હેરાન કરી હતી ત્યારબાદ અન્ય પેસેન્જરોએ તેને આગળ જવાની ટકોર કરી હતી ત્યારબાદ તેણે તે વૃદ્ધ મહિલાના કપડા અને સમાન પર પર પેશાબ કર્યો હતો. આ પછી એર ઈન્ડિયાના કેબિન ક્રૂએ કંપની, ડીજીસીએ (DGCA)અને પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી . આ પછી એર ઈન્ડિયાએ આ ગેરવર્તણૂક સામે પગલાં લેવા માટે એક સમિતિની રચના કરી છે. આ સાથે DGCA પણ આ મામલે કડક વલણ રાખી રહી છે સાથે જ તતેમણે કહ્યું છે કે દોષિત વ્યક્તિ અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
પેસેન્જર પર આ કાર્યવાહી
આ બાબત પર કાર્યવાહી કરતા એર ઈન્ડિયાએ પેસેન્જર પર 30 દિવસ માટે ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય એરલાઈન્સે આગળની કાર્યવાહી માટે DGCAને જાણ કરી છે. આ સાથે હવે એરલાઈન્સ કેબિન ક્રૂ મેમ્બર્સની પણ તપાસ કરી રહી છે કે તે સમયે પરિસ્થિતિને કાબૂમાં ન રાખી શકી. આ મામલે એર ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમે ઘટનાથી સંપૂર્ણ રીતે અવગત છીએ અને અમે પીડિત મુસાફર અને તેના પરિવારના સતત સંપર્કમાં છીએ.